18 યોહાના શિષ્ય એને પોરૂષી લોક ઉપહા કોએત, એને યોક દિહી વાયજ લોક યેઇન ઈસુવાલ આખે; “યોહાના શિષ્ય એને પોરૂષી લોકહા શિષ્ય ઉપહા કોઅતાહા, બાકી તો શિષ્ય નાંય કા?”
ચ્યા બોદા કામ માઅહાલ દેખાડાં હાટી કોઅતાહા જ્યેહેવોય ચ્યા પવિત્રશાસ્ત્રા વચન લોખીન માથાવોય એને આથા આરે બાંદતા આતા, એને પોતાના ફાડકાહા છેડા પોઅળા કોઅતાહા.
“જોવે તુમા ઉપહા કોએ તે ડોંગ્યાહા રોકા તુમહે ચેહેરા નિરાશ મા રાખહા, કાહાકા ચ્યા લોક આમા ઉપહા હેજે એહેકેન આખાડાહાટી ચ્યાહા ચેહેરા ઉતાડતાહા. આંય તુમહાન હાચ્ચાં આખહુ કા ચ્યાહાન ચ્યા ઇનામ મિળી ગીયહા.
યાહાટી કા લોક તુમહે ઉપહા નાંય જાંએ, બાકી તુમહે આબહો જો ગુપ્તમાય હેય, તુમહાન ઉપહા કોઅનારો જાંએ, તોવે તો આબહો જો ગુપ્તમાય એઅહે, તો તુમહાન પ્રતિફળ દેઅરી.”
તોવે ઈસુવે જાવાબ દેનો, “મા શિષ્ય એને આંય વોવડા એને ચ્યા દોસ્તારા હારકા હેતા, જાવ લોગુ ચ્યા વોરાડામાય હેતા તાંવ લોગુ કાય વોવડા દોસ્તાર ઉપહા કોઅઇ હોકતાહા? નાંય ચ્યા ઉપહા નાંય કોઅઇ હોકે.
આઠવાડયામાય બેનદા ઉપહા કોઅતાહાંવ, એને મા બોદી આવાક માઅને દોસમો ભાગ આંય તુલ દેતહાવ.
કાહાકા ચ્યે પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી બોનાડયેહે યે વાતથી ઓજાણ્યા ઓઇન, પોતે ન્યાયી બોનાહાટી કોશિશ કોઅય રીઅલા આતા, યાહાટી ચ્યા પોરમેહેરાકોય ન્યાયી નાંય બોન્યા.