5 જોવે ચ્યો બાયો કોબારે પાહી યેન્યો એને માજા ગીયો, તે ચ્યેહેય દેખ્યાકા યોક જુવાન્યાલ ઉજળેં ફાડકે પોવીન જમણી બાજુ બોઠલો દેખ્યો, તોવે ચ્યો બોજ બિઇ ગીયો.
ચ્યા રુપ વીજે હારખા એને ચ્યા ફાડકે બરફા હારકે ઉજળેં આતેં.
યાવોય બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યા યોકબીજાહાન આખતા લાગ્યા, “ઈ કાય વાત હેય? તો પુરાં ઓદિકાર કોઇન હિકાડેહે, એને બુતાલબી દોમકાડેહે, એને ચ્યા ચ્યાલ માનતાહા”
એને ચ્યે પિત્તર યાકૂબ એને યોહાનાલ ચ્યાઆરે આજુ વાયજ દુર લેઈને ગીયો, એને પાછે તો બોજ દુઃખી એને નિરાશ ઓઅઇ રીયલો આતો.
જોવે ચ્યેહેય નોજાર કોઇન કોબારે એછે એએયા, તોવે દેખ્યાકા કોબારે મુયાઈહને મોઠો દોગાડ પેલ્લોજ ઓટાડલો આતો.
જેહેકોય બોદા લોકહાય ઈસુવાલ દેખ્યા બોદહાન બોજ નોવાય લાગી, એને ચ્યાએછે દાંહાદી જાયને ચ્યાલ સલામ કોઅયા.
જખરિયા હોરગા દૂતાલ એઇન ગાબરાઈ ગીયો એને તો બોજ બિઇ ગીયો.
પાછે બિજો શિષ્ય જો કોબારેપાય પેલ્લો જાઈ પોઅચ્યેલ તોબી માજે ગીયો એને ઈ એઇન કા ઈસુ મોઅલાહામાઅને જીવતો ઓઈ ગીયહો બોરહો કોઅયો.