2 રવિવારા દિહી હાકાળેહે દિહી નિંગતાંજ, ચ્યો કોબારેપાય યેય પોઅચ્યો,
વોખાતેહે જોવે આરામા દિહી પુરો ઓઅઇ ગીયો તોવે આઠવાડ્યા પેલ્લે દિહી ઉજાળાં ઓઅતાંજ, મરિયમ જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, એને બીજી મરિયમ માહણાલ એરા યેન્યો.
વોખાતેહે જોવે પોરમેહેરા આરામા દિહી પુરો ઓઅય ગીયો તોવે, મરિયમ જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, વાહાનો યાકૂબ એને યોસેસા આયહો મરિયમ એને સાલોમી યો તીન બાયો ઈસુવા શરીરાલ લાવાં હાટી સુગંદી વસ્તુ વેચાતાં લેય યેન્યો.
એને ચ્યો ચ્યેહેમાય એહેકેન આખત્યો આત્યો કા, “આપહેહાટી કોબારે મુંયા ઉપને મોઠો દોગડો કું ઓટાડી?”
બાકી રવિવારે બોજ કોવાળ્યાં આજુ આંદારાં આતા તોવે જીં ઈસુ શરીરાઆરે લાવાં સુગંદી વસ્તુ ચ્યેહેય તિયાર કોઅયેલ, તી લેયને કોબારે એછે ગીયો.
રવિવારે બોજ કોવાળ્યાં આજુ આંદારાં આતા તોવે મરિયમ જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, કોબારે એછે ગીયી, તોવે દેખ્યાકા કોબારે મુયાઇહીને દોગાડ પેલ્લોજ હોરકાવલો હેય.