44 પિલાત બોરહો નાંય કોઅઇ હોક્યો, ઈસુ ઓલે માહારી મોઅઇ ગીયો, એને ચ્યેય જોમાદારાલ હાદ્યો, એને ચ્યાલ પુછ્યાં, “કાય ઈસુ પેલ્લોજ મોઅઇ ચુકલો હેય?”
ઈ વોનાઈન ઈસુવાલ નોવાય લાગી, એને જ્યેં ચ્યા પાહલા યી રીઅલે આતેં, આંય તુમહાન “હાચ્ચાંજ આખતાહાવ કા માયે ઈસરાયેલ દેશામાય બી યોક ઓહડા માઅહું નાંય દેખ્યહા, જો યા ગેર યહૂદ્યા હારકા માયેવોય બોરહો કોઅહે.
યોસેફ નાંવા યોક માટડો આતો, તો અરીમતિયા શેહેરા રોનારો આતો, તો યોક યહૂદી મહાસોબાયે બોજ માનાપાના માઅહું આતો. તો ચ્યા લોકહામાઅને આતો જ્યેં ઈ ઇચ્છા કોઅતે આતેં કા પોરમેહેરા રાજ્ય માહારુજ યેનારાં હેય, તો બિક વોગાર પિલાતાપાંય ગીયો એને ઈસુ શરીર હુળીખાંબાવોયને નિચે ઉતાડાંહાટી એને કોબારેમાય થોવાંહાટી માગ્યાં.
જોવે ચ્યે જોમાદારા પાયને ખોબાર જાંઅયા પાછે, પિલાતાય આખ્યાં કા યોસેફાલ ઈસુ શરીરાલ કોબારેમાય થોવાંહાટી લેય જાય.