38 એને તો મોઠો પોડદો જો દેવાળામાય લોટકાડલો આતો, જો બોદહાલ પોરમેહેરા હજર્યેમાય જાંહાટી રોકતો આતો, ઉપેરે તે નિચે લોગુ બેન ભાગ ઓઇન ફાટી ગીયો.
કાહાકા દિહી ઉજવાડો નાંય દેતો લાગ્યો, એને દેવાળા વોચમાય લોટકાડલો પોડદો આતો, જો બોદહાલ પોરમેહેરા હજર્યેમાય જાંહાટી રોકતો આતો, ઉપેરે તે નિચે લોગુ બેન ભાગ ઓઇન ફાટી ગીયો.
ઈ આશા જીં આમહે આત્માહાટી હેય તી મજબુત હેય એને યેલ આલવી નાંય હોકાય, ઈ આમહાન પોરમેહેરાથી દુર નાંય જાં દેય, બાકી ઈ આમહાન દેવાળા આંદાર બોજ પવિત્ર જાગામાય પોરમેહેરાપાય લેય યેહે.