27 ચ્યાહાય ચ્યાઆરે બેન બાંડાહાલ હોગા હુળીખાંબાવોય ચોડવી દેના, યોકાલ જમણે આથે એને યોકાલ ડાબે આથે.
તોવે ચ્યાઆરે બેન બાંડ હુળીખાંબે ચોડવી દેના, યોકાલ ચ્ચા જમણે એછે એને બિજાલ ચ્ચા ડાબે એછે.
સીપાડાહાય ઈસુ ટોલપા ઉચે યોક પાટી લાવી દેની, ચ્યામાય એહેકેન લોખલાં આતા, “યહૂદીયાહા રાજા.”
એહેકેન, પવિત્રશાસ્ત્ર હાચ્ચો ઓઅઇ ગીયો જો ખ્રિસ્તા બારામાય આખતો હેય, “તો યોક ગુનેગારા હારકો ગોણલો જાય.”
ઈ માઅહું જો ઈસરાયેલા ખ્રિસ્ત એને રાજા, ઓઅરા માગતો આતો આમી હુળીખાંબાવોયને ઉતી યે, કા આમા દેખી હોકજે એને તોવોય બોરહો કોઅઇ હોકજે કા ઓજ આમે રાજા હેય.” એને ચ્યાઆરે જ્યા બાંડ હુળીખાંબાવોય ચોડાવલા આતા ચ્યાહાય હોગી ચ્યા મશ્કરી કોઅયી.
તાં ચ્યાહાય ચ્યાલ એને ચ્યાઆરે બિજા બેન માઅહાન હુળીખાંબાવોય ચોડવી દેના, યેકાન્યે યોક એને ચ્યેકાન્યે યોક, એને વોચ્ચે ઈસુલ.