18 એને એહેકેન આખીન ચ્યા ચ્યાલ સલામ કોઆ લાગ્યા કા, “ઓ યહૂદીયાહા રાજા, સલામ.”
એને કાટાહા ટોપી વીંઈન ચ્યા ટોલપીવોય થોવી, એને ચ્યા જમણા આથામાય યોક લાકડી દેની પાછે માંડયે પોડીન, ચ્યા મશ્કરી કોઇન આખતા લાગ્યા કા, “ઓ યહૂદીયાહા રાજા, સલામ.”
તોવે ચ્યાહાય ચ્યાલ જાંબળ્યા રોંગા ડોગલાં રાજા રુપામાય મશ્કરી કોઅરાહાટી પોવાડયા, જેહેકોય તો રાજા હેય, એને ચ્યાહાય કાટાળ્યે ડાહાગ્યે મુગુટ બોનાડીન ચ્યા મશ્કરી કોઅરાહાટી ટોલપાવોય પોવાડયા,
ચ્યા પાછી ટોલપાવોય વાતડયે લાકડયે કોઅઈન ઠોકેત, એને ચ્યા અપમાન કોઅરાહાટી ચ્યા ઉપે થુપ્યાં, એને ચ્યા ચ્યાલ માન દાંહાટી પાગે પોડતા આતા.
પિલાતેં ચ્યાલ પુછ્યાં, “કાય તું યહૂદી લોકહા રાજા હેતો કા?” ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “તું હાચ્ચાં આખી રિયહો કા આંય હેય.”
એને ચ્યા ઈહીં યેયન આખતા લાગ્યા; “ઓ યહૂદીયાહા રાજા, સલામ” એને ચ્યાલ થાપાડ ઠોક્યાં.