11 બાકી મુખ્ય યાજકાહાય લોકહાન ઉસરાવ્યા કા પિલાતાલ ઈસુલ છોડી દાં બોદલે બારાબ્બાસાલ છોડી દાંહાટી માંગ કોએ.
મુખ્ય યાજક એને આગેવાન લોકહાન એહેકેન હોમજાડ્યા કા બારાબ્બાસાલ માગી લેઅના, એને ઈસુવાલ માઆઇ ટાકાડના.
કાહાકા પિલાતાલ ખોબાર આતી કા મુખ્ય યાજકાહાય ઈસુલ ઓદ્રાયેકોય દોઓવાડી દેનેલ.
ઈ વોનાઈન પિલાતેં ચ્યાહાન પાછા પુછ્યાં કા, “તોવે તુમા જ્યાલ યહૂદીયાહા રાજા આખતાહા, ચ્યાલ આંય કાય કોઉ?”
તોવે ચ્યાહાય પાછા બોંબલીન આખ્યાં, “યાલ નાંય, બાકી આમહેહાટી બારાબ્બાસાલ છોડી દે” બારાબ્બાસ યોક ડાકુ આતો.
તુમહાય ઈસુલ નાકાર કોઇ દેનો, જો પવિત્ર એને ન્યાયી હેય, બાકી તુમહાય ઈ માગણી કોઅયી કા ચ્યા બોદલે ખૂની માઅહાલ તુમહેહાટી છોડી દેય.