57 તોવે કોલાહાક લોકહાય ઉબા રોઇન ચ્યા વિરુદમાય ઓહડી જુઠી સાક્ષી દેની કા,
“એરે, દેવાળાલ પાડી ટાકનારા, એને તીન દિહાહામાય ચ્યાલ પાછા બોનાવનારા, તો પોતાનેજ બોચાવ કોઅઇ લે જોવે તું પોરમેહેરા પોહો ઓરીતે, હુળીખાંબા ઉપને ઉતી પોડ.”
કાહાકા બોજ લોક ઈસુવા વિરુદમાય જુઠી સાક્ષી દેત, બાકી ચ્યાહા સાક્ષી યોકબીજાઆરે ઈળે-મીળે નાંય.
“આમાહાય એલાલ એહેકેન આખતો વોનાયાહા કા, આંય માઅહા આથે બાંદલા દેવાળાલ તોડી પાડહીં, એને તીન દિહીહયામાય આંય યોક બીજાં દેવાળ તિયાર કોઅહી, જો આથેકોય નાંય બાંદલો રોઈ.”
એને વાટે જાતે માઅહે ટોલપા આલવી-આલવીન એહેકેન આખીન ચ્યા નિંદા કોએત કા, “એરે, દેવાળાલ પાડી ટાકનારા, એને તીન દિહીહયામાય ચ્યાલ પાછા બોનાવનારા.