53 પાછે ચ્યા ઈસુવાલ મહાયાજકા ગોઓ લેય ગીયા, એને બોદહા મુખ્ય યાજક, આગેવાન એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ તાં ટોળો વળ્યા.
તોવે મુખ્ય યાજક એને લોકહા આગેવાન કાયફા નાંવા મહાયાજકા ગોઆ બાઆપુર યોખઠા જાયા.
બાકી તો બોનતાં ટાકી દેયન, ઉગાડોજ ચ્યાહા પાયને નાહી ગીયો.
હાકાળેહે ઉજાળાં ઓઅતાંજ તારાત મુખ્ય યાજક, આગેવાન એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને બોદે મહાસોબાયે વિચાર કોઇન નોક્કી કોઅયા, ચ્યા પાછે ચ્યાહાય ઈસુવાલ બાંદ્યો, એને ચ્યાલ પારખાંહાટી રાજા પિલાતા મેહેલામાય લેય ગીયા.