36 એને ઈસુવે આખ્યાં, “ઓ આબા, ઓ પિતા, તોથી બોદાંજ બોની હોકહે, માન યા દુઃખા પાયને દુઉ કોઅઇ દે, તેરુ આંય આખું તેહેંજ નાંય, બાકી તું જીં આખે તેહેંજ બોને.”
પાછો ઈસુ વાહાયોક દુઉ ગીયો એને મેંડયે પોડયો એને પોતે ચેહેરો દોરત્યેવોય ટેકાડી દેનો એને પ્રાર્થના કોઅરા લાગ્યો, “ઓ પિતા, નોકીજ બોની હોકેત યા દુઃખા પિયાલો માથી દુઉ ઓઅઇ જાય, તેરુંબી જેહેકોય આંય વિચારતાહાવ તેહેકેન નાંય, બાકી જેહેકોય તું વિચારતો તેહેકોયનુજ ઓએ.”
આજુ યોકદા પાછા જાયને ચ્યે ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ મા આબા જોવે વાટકો પિયા વોગાર માયેપાઅને નાંય ઓટી હોકે, તે તું તો મોરજયેકોય ઓઅરા દે.
યાહાટી તુમા યા પરમાણે પ્રાર્થના કોઆ: ઓ આમે પોરમેહેર આબા, તું જો હોરગામાય હેય, તો નાંવ પવિત્ર માનલા જાય.
ઈસુય ચ્યાહા એછે એઇન આખ્યાં, “ઈ માઅહાન તે નાંય ઓઅઇ હોકે, બાકી પોરમેહેરાથી ઓઅઇ હોકી; કાહાકા પોરમેહેર બોદાંજ કોઅઇ હોકહે.
ચ્યાહાય ઈસુલ આખ્યાં, “આમે કોઅઇ ઓઅઇ હોકી” ઈસુય ચ્યાહાન આખ્યાં, “જેહેકોય આંય બોગવીહીં, તેહેકોયજ તુમા બોગવાહા; તુમા મોઅઇ જાહા, જેહેકોય આંય મોઅઇ જાહીં.
જોવે ઈસુ પાછે યેનો એને ચ્યાય તીની શિષ્યહાન હુતલા દેખ્યા ને પિત્તરાલ આખ્યાં, “ઓ સિમોન, કાય તું હુવીજ રિયહો? કાય તુમહાન યોક કલાક બી નાંય જાગતા રોવાયાં?
આમી મા મોન દુ:ખી ઓઅઇ ગીયા એને આંય કાય આખું? કા, “ઓ આબા, માન યે પીડા સોમયામાઅને બોચાવ?” એહેકેન નાંય, બાકી આંય યા દુનિયામાય ચ્યા હાટીજ યેનહો કા દુઃખ બોગવું.
તોવે ઈસુવે પિત્તરાલ આખ્યાં, “તો તારવાય દુઉ કોઓ, જીં દુઃખ બોગવાં પોરમેહેર આબહે માન દોવાડયો કાય આંય તી નાંય બોગવું?”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા ખાઅના પોરમેહેરા મોરજી પાલન કોઅના હેય જ્યેં માન દોવાડયો, એને ચ્યા કામાલ પુરાં કોઅના હેય, જીં માન હોપલા હેય.
“આંય પોતે કાય નાંય કોઇ હોકતાહાવ, આંય લોકહા ન્યાય તેહેકેન કોઅતાહાંવ, જેહેકેન પોરમેહેર આબો માન ચ્યાહા ન્યાય કોઅરા આખહે, એને મા ન્યાય હાચ્ચો હેય, કાહાકા આંય મા મોરજયેકોય નાંય ન્યાય કોઉ, બાકી મા દોવાડનારા મોરજયેકોય કોઅહુ.
એને આમી આપા ચ્યા પોહેં હેય, કાહાકા પોરમેહેરાય ચ્યા પોહા આત્માલ આપહે રુદયામાય દોવાડલા હેય, જીં આત્મા પોરમેહેરાલ “ઓ અબ્બા, ઓ પિતા” આખીન હાત કોઅહે.
પોતે દિન બોનીન પોરમેહેરા આગનામાય રોયન મોઅરાહાટીબી તિયાર આતો, એને યોકા ગુનેગારા હારકો હુળીખાંબાવોય મોઅઇ ગીયો.
જોવે આપા ખ્રિસ્તાઆરે હાચ્ચાં બોરહાવાળા નાંય હેય, તેરુંબી તો આપહેઆરે હાચ્ચાં બોરહાવાળો રોહે, કાહાકા તો ચ્યા સ્વભાવા પ્રતિ જુઠો નાંય ઓઅય હોકે.
તોવે ચ્યે પોરમેહેરાઆરે સાદા રાંહાટી આશા કોઅતેહે, કાહાકા પોરમેહેરાય, જો કોદહી જુઠા નાંય બોલે, ચ્યાય ઈ દુનિયા બોનાવા પેલ્લા વાયદો કોઅયો કા ચ્યા લોક અનંતજીવન જીવતા રોય.
યાહાટી યા યે બેન વાતહે લીદે એટલે ચ્યા વાયદા એને કસમ જ્યાહા બારામાય પોરમેહેર કોદહી જુઠો નાંય ઠોરી હોકે. યાહાટી આપા જ્યા પોરમેહેરાપાય સુરક્ષા મેળવાહાટી યેનહે એને જીં આશા ચ્યાય આપહાન દેનહી, આમા ચ્યેલ મેળવી રાખતા વોદારે દિલાસો મિળ્યહો.