31 બાકી ચ્યે આજુ બોજ ઈંમાતે કોઅઈન આખ્યાં કા, “એને તોઆરે માન મોરાં બી પોડી, તેરુંબી આંય કોવેજ નાંય આખું કા આંય નાંય વોળખું,” એને યેજપરમાણે બોદહાય એહેંજ આખ્યાં.
બાકી જીં માઅહું માન માઅહા હોમ્મે નાંય માને, તે ચ્યાલ આંયબી મા હોરગામાઅને આબહાલ આખી દિહીં કા ઓ મા શિષ્ય નાંય હેય.”
ચ્યાહાય ઈસુલ આખ્યાં, “આમે કોઅઇ ઓઅઇ હોકી” ઈસુય ચ્યાહાન આખ્યાં, “જેહેકોય આંય બોગવીહીં, તેહેકોયજ તુમા બોગવાહા; તુમા મોઅઇ જાહા, જેહેકોય આંય મોઅઇ જાહીં.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “આંય તુલ હાચ્ચાં આખતાહાવ કા આજે રાતી કુકાડ બેનદા વાહાયી ચ્યા પેલ્લાજ, તું માન તીનદા નાકાર કોઅઇ દેહે કા તું માન નાંય વોળખે.”
પાછે ઈસુ એને શિષ્ય ગેતસેમાને બાગમાય યેના એને ઈસુવે શિષ્યહાન આખ્યાં કા, “તુમા ઈહીં બોહીજા આંય જાયન પોરમેહેરાલ પ્રાર્થના કોઅહુ.”
બાકી ચ્યા મોઠેરે બોંબાલતા લાગ્યા એને માગતા લાગ્યા, “ચ્યાલ હુળીખાંબાવોય ચોડવી દાં જોજે” એને ચ્યાહા બોંબાલના નાંય ગાઠ્યા.
પિત્તરે ઈસુવાલ આખ્યાં, “ઓ પ્રભુ, આમી આંય તો પાહલા કાહાનાય યી હોકુ? આંય તે તોહાટી મોઅરા બી તિયાર હેય.”