17 જોવે વોખાત જાયી ઈસુ બાર ચેલાહાઆરે ચ્યે ગોઅમે યેનો.
બેન શિષ્ય ચાલ પોડ્યા એને શેહેરામાય યેના, એને જેહે ચ્યે ચ્યાહાન આખ્યેલ, તેહેંજ ચ્યાહાન એરા મિળ્યાં, એને તાં ચ્યાહાય પાસ્કા સણા જેવાણા તિયારી કોઅયા.
જોવે ચ્યા બોહીન ખાઅના ખાત તોવે, ઈસુવે આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા તુમહામાઅને યોક જાંઆ મા આરેજ ખાહાય, માન દોઆડી દાંહાટી મા દુશ્માનાહાલ મોદાત કોઅરી.”
જોવે તો સમય યેનો, તોવે તો પ્રેષિતહાઆરે ખાં બોહી ગીયો.
આંય તુમા બોદહા બારામાય નાંય આખું, કાહાકા માયે જ્યાહાન નિવડી લેદલા હેય, આંય ચ્યાહાન જાંઅતાહાંવ, બાકી એહેકેન યાહાટી ઓઈ રીઅલા હેય કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી પુરાં ઓરા જોજે, કા જ્યાંય મા આરે ખાઅના ખાદાં, ચ્યાય માન દોગો દેનો.