13 ચ્યે ચ્યા શિષ્યહા માઅને બેન શિષ્યહાન એહેકેન આખીન દોવાડયા, કા “યેરૂસાલેમ શેહેરામાય જાયા, તાં તુમહાન પાઅયા વેંડલા લેઈને જાતા યોક માઅહું મિળી, ચ્યા પાહલા જાજા.
કાહાકા આંયબી બિજા ઓદિકારા તાબામાઅને માઅહું હેતાંવ, એને મા તાબામાંય સિપાડાહા યોક ટુકડી હેય, જોવે આંય યોકાલ આખતાહાવ જો તોવે તો જાહાય, એને બિજાલ આખતાહાવ યે તોવે તો યેહે, એને જોવે મા ચાકારાલ આખતાહાવ ઈ કોઓ, તોવે તો કોઅહે.”
બેન દિહયા પાછે, બેખમીર પાસ્કા સણા પેલ્લે દિહે, જોવે ચ્યાહાય સણાહાટી ગેટા બલિદાન કોઆ, એને ઈસુવા શિષ્યહાય ચ્યાલ પુછ્યાં, “તું આમહાન કેછ દોવાડા માગતોહો કાય આમા પાસ્કા ખુશ્યે હાટી ખાઅના તિયાર કોઅજે કા આપા ખાજે?”
એને તો જ્યા ગોઆમાય જાય, તાંઅના ગોઆ માલિકાલ આખજા, કા ‘ગુરુય આખ્યાહા કા મા શિષ્યહાઆરે આંય પાસ્કા સણા જેવાણ ખાઅના ખાઉં ચ્યાહાટી માંહાટી ખોલી કેછ હેય?’
જીં આગના આંય તુમહાન દેતહાવ, જોવે તુમા પાળે, તો તુમા મા દોસ્તાર હેય.
બાકી ઈસુવા આયહે ચાકારાહાન આખ્યાં, “તો જેહે આખે તેહે કોઆ.”
એને દુનિયા કોઅહાબી જોનાવર પોરમેહેરાથી દુબલાં નાંય હેય, ચ્યા હામ્મે બોદ્યોજ વસ્તુ ખુલ્લ્યો એને પ્રગટ હેય બાકી તો તોજ હેય જ્યાલ આપહે ઇસાબ દાં પોડી.
એને યોક વોખાત પરિપૂર્ણ બોન્યા પાછે ચ્યા બોદહાહાટી જ્યેં ચ્યા આગના પાળતેહે, તો અનંત તારણા કારણ બોની ગીયો.