36 એહેકેન નાંય બોને કા તો અચાનક યેઇન તુમહાન હુતલા એએ.
જોવે વોવડાલ યાં વાઆ લાગી ગીયી, તોવે ચ્યે બોદહયેન નિંદ યા લાગી, એને ચ્યો હૂવી ગીયો.”
જોવે ઈસુ પાછે યેનો એને ચ્યાય તીની શિષ્યહાન હુતલા દેખ્યા ને પિત્તરાલ આખ્યાં, “ઓ સિમોન, કાય તું હુવીજ રિયહો? કાય તુમહાન યોક કલાક બી નાંય જાગતા રોવાયાં?
પાછા યેઇન ઈસુય ચ્યાહાન હુતલા દેખ્યા, કાહાકા ચ્યાહા ડોળા નિંદે કોઇન બાઆઈ ગીઅલા આતા, એને જોવે ઈસુય ચ્યાહાન ઉઠાડયા તોવે ઈસુવાલ કાય જાવાબ દેઅના તીં ચ્યાહાન હુજ નાંય પોડ્યા.
યાહાટી હાચવીન રા, એહેકોય નાંય બોને કા તુમહે મોન હોદથી વદારે ખાઅના પિઅના એને સાકટ્યા, એને યા જીવના ચિંતાકોય દાબાય જાહા, એને તો ન્યાયા દિહી તુમહાવોય ફાંદા હારકો અચાનક યેય પોડી.
પાછે પ્રાર્થના માઅને ઉઠીન તો શિષ્યહાપાય ગીયો, તોવે ચ્યા નિરાશા લેદે હુતલા દેખ્યા.
યાહાટી માઅહે એહેકેન આખતેહે, “તું જો હૂવી જાનારો જાગી જો, એને મોઅલા માઅને જીવી ઉઠ, તે ખ્રિસ્તા ઉજવાડો તોવોય ચોમકી.”