36 કાહાકા બોજ પેલ્લા જોવે દાઉદ રાજા પવિત્ર આત્મા અગુવાઈ કોઇન, ચ્યાય આખ્યાં, “પ્રભુ પોરમેહેરાય મા પ્રભુવાલ આખ્યાં તું મા જમણે આથે બોહો, જાવ લોગુ આંય તો દુશ્માનાહાન આરવી નાંય દાંઉ તાંઉલોગુ.”
નાંય દોરત્યે, કાહાકા તીં ચ્યા પાગ થોવના જાગો હેય, નાંય યેરૂસાલેમ શેહેર કાહાકા તીં મોઠા રાજા શેહેર હેય.
“ઓ બાહાહાય, પવિત્ર આત્માય બોજ સોમાયા પેલ્લા રાજા દાઉદા કોય યહૂદા બારામાય આખ્યાં, જો ઈસુલ દોઆડનારા લોકહા આગેવાની કોઅનારો બોની ગીયો, ઈ જરુરી આતાં કા યહૂદા બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી હાચ્ચાં સાબિત ઓએ.
પાછી આપસમાય યોક બિજા આરે સહમત નાંય ઓઅય હોક્યે, ચ્યે તાંઅરે જાં લાગ્યેં, તે પાઉલા યે યોક્યે વાતે આખનાથી જાતા રિયા : “પવિત્ર આત્માય યશાયા ભવિષ્યવક્તા દ્વારા તુમહે ડાઅયાહાન ઠીક આખ્યાં,
કાહાકા જાહાંવ પોરમેહેર ચ્યા બોદા દુશ્માનાહાલ પુરીરીતે આરવી નાંય દેય, તાંવ લોગુ ખ્રિસ્તાલ રાજા રુપામાય શાસન કોઅના ગોરાજ હેય.
પુરો પવિત્રશાસ્ત્ર પોરમેહેરાપાઅને હેય, ઈ લોકહાન હાચ્યો વાતો હિકાડાંહાટી, એને બુલ કોઅનારા લોકહાન ચેતાવણી દાંહાટી, એને લોકહાન ખારાબ કામે કોઅનાપાઅને હુદરાહાટી, એને પોરમેહેરાલ ગોમે ઓહડા કામ કોઅરાહાટી કેળવેહે.
એને પોરમેહેરે પોતાના કોઅહાબી હોરગા દૂતહાલ એહેકેન નાંય આખ્યાં, જાંવલોગુ આંય તો દુશ્માનાહાલ પુરિરીતેકોય તો આધીન નાંય કોઉ “તું મા જમણા આથા સન્માના જાગાવોય બોહો.?”
ચ્યાહાટી પોરમેહેરે પોતાના આરામા જાગામાય જાંઅનાહાટી યોક આજુ સમય નોક્કી કોઅયો, એને તો સમય આજે હેય. આપહે વડીલાહા વિદ્રોહા કોલહાક વોરહા પાછે, ચ્યાય દાઉદથી યા વચનાહા ઘોષણા કોઆડી, જ્યેં પેલ્લેથીજ આખલે આતેં, “આજે જોવે તુમા પોરમેહેરા આવાજ વોનાતેહે, તે ચ્યા આગના પાળના મોનાય મા કોઅહા.”
ઈસુ ખ્રિસ્તા આત્મા ભવિષ્યવક્તાહા માય આતો, જીં ખ્રિસ્તા દુઃખ એને ચ્યા દુઃખહા પાછે મિળનારી મહિમા બારામાય ચ્યાહાન પેલ્લેથી આખી રિઅલો આતો. ભવિષ્યવક્તાહાય ઈ જાઅના કોશિશ કોઅયી કા આત્મા ચ્યાહાલ કાય દેખાડી રીઅલા આતાં, યો બોદ્યો વાતો કોવે ઓઅરી એને યો કેહેકેન પુર્યો ઓઅરી.
કાહાકા કોઅહિબી ભવિષ્યવાણી કોદહીબી માઅહાથી તિયાર નાંય જાયી, બાકી પવિત્ર આત્માય લોકહા રુદયાલ બોઅયા, જોવે ચ્યાહાય પોરમેહેરાથી યેનલો સંદેશ આખ્યો.