20 યોકા કુટુંબમાય હાંત બાહા આતા, બોદહા મોઠા બાહાય વોરાડ કોઅઇ લેદા બાકી વોગાર પાહાહા તો મોઅઇ ગીયો.
“ઓ ગુરુ, મૂસાય શાસ્ત્રામાય આમહે કોરે યોક નિયમ લોખલો આતો કા, જોવે યોકતા વોરાડ ઓઅલો માટડો મોઅઇ જાય, એને તો વોગાર પાહાહા થેએયેલ છોડી જાહે, તોવે ચ્યા માટડા બાહા વિધવાયે આરે વોરાડ કોઅઇ લા જોજે એને યોક પોહા પૈદા કોઅરા જોજે જો ચ્યા બાહા વારસદાર બોને.
તોવે બિજા બાહે ચ્યે વિધવાયેલ રાખી લેદી, બાકી તો હોગો વોગાર પાહાહા મોઅઇ ગીયો, એને તીજ વાત તીજા બાહા આરે જાઈ.