18 તોવે સાદૂકી ટોળા કોલહાક લોક ઈસુવાપાય યેના, સાદૂકી ટોળો ઈ નાંય માનેત કા મોઅલા માઅને પાછા જીવતા નાંય ઓઅઇ હોકે, ચ્યા ઈસુવા પાહી યેના એને ચ્યાલ પુછ્યાં.
ચ્યાહાય હાચ્ચાયેવોય બોરહો કોઅના બંદ કોઅય દેનલા હેય, એને ચ્યા આખતાહા કા પોરમેહેરાય પેલ્લાજ મોઅઇ ગીઅલા લોકહાન લેય લેદલા હેય, એને એહેકેન કોલહાક વિસ્વાસી લોકહાન ખ્રિસ્તાવોય બોરહો કોઅના રોકી રીઅલા હેય.