7 એને ચ્યા બેન શિષ્ય ફુરક્યા વાછડાલ ઈસુપાય લેય યેના, એને ચ્યાવોય ચ્યાલ બોહાંહાટી ફુરક્યા વાછડા બોઅડા વોય પોતાને ફાડકે પાથ્યેં એને ઈસુ ચ્યાવોય બોહી ગીયો, એને યેરૂસાલેમ શેહેરા એછે જાં લાગ્યો.
શિષ્યહાય ઈસુ આખલ્યે પરમાણેજ જાવાબ દેનો, એને યાહાટી ચ્યા માઅહાય ચ્યાહાન ફુરક્યા વાછડાલ લેય જાં દેના.
બોજ લોકહાય ઈસુ હામ્મે વાટેઊપે પોતાના ફાડકે પાથ્યેં, એને બિજા લોકહાય ચ્યાલ માનપાન દાંહાટી વાટેવોય પાલાવાળ્યો ડાહગ્યો પાથ્યો, જ્યો ચ્યા લોક રાનહામાઅને વાડીન લિયેનલા આતા.