5 ચ્યાહામાઅને તાં ઉબે રીઅલે માઅહાય, ચ્યાહાન એહેકેન આખ્યાં કા, “ઈ તુમા કાય કોઅતાહા, એલા ફુરક્યા વાછડાલ કાહા છોડતાહા?”
“હામ્મેને ગાવામાય જાં, એને તાં જાતાંજ તુમહાન યોક ફુરક્યા વાછડાં હેય ચ્યાવોય આજુ લોગુ કાદોજ નાંય બોઠહો, તીં બાંદલા નોજરે પોડી, ચ્યાલ છોડીન માયેપાંય લેય યા.
શિષ્ય ગાવામાય ગીયા એને ફુરક્યા વાછડાલ હેરીમાય યોકા ગાઆ બાઆપૂરૂજ યોકા ખુટાઆરે બાંદલા મિળ્યાં, એને ચ્યા ચ્યાલ છોડા લાગ્યા.
શિષ્યહાય ઈસુ આખલ્યે પરમાણેજ જાવાબ દેનો, એને યાહાટી ચ્યા માઅહાય ચ્યાહાન ફુરક્યા વાછડાલ લેય જાં દેના.