24 ચ્યાહાટી તુમહાન આંય આખતાહાવ કા, જીં કાય તુમા પ્રાર્થનામાય માગતાહા, ઓહડો બોરહો રાખા કા તી તુમહાન મિળી જાય, તોવે પોરમેહેર ચ્યાહાટી ઈ કોઅઇ દી.
આંય પાછો તુમહાન આખતાહાવ, જોવે તુમહેમાઅને બેન માઅહે દોરતીવોય યોકદયે જરુરી વાતેહાટી યોકા મોનાકોય પ્રાર્થના કોઇન માગે, ચ્યાહાન હોરગામાઅને આબહો દી.
એને જીં કાય તુમા પ્રાર્થનામાય માગતાહા, ઓહડો બોરહો રાખા કા તી તુમહાન મિળી જાય, તોવે પોરમેહેર ચ્યાહાટી ઈ કોય દી.”
એહેકેન જોવે તુમા ઉબા રોઇન પ્રાર્થના કોઅતાહા, તોવે પેલ્લા ચ્યાહાન માફ કોઅરા જ્યાંય તુમહે વિરુદમાય બુલ કોઅયી ઓરી. યાહાટી કા તુમહે પોરમેહેર જો હોરગામાય રોહે તેરુંબી તુમહાન તુમહે પાપ માફ કોઅય.
એને જીં કાય તુમા મા નાવાકોય માગહા તીંજ આંય કોઅહી કા પોહાકોય આબહા મહિમા ઓએ.
જોવે તુમા માંયેમાય બોની રાહા, એને મા શિક્ષણ તુમહેમાય રોહોય, તોવે તુમા જીં કાય માગહા તીં તુમહાન મિળી.
યાહાટી જીં માઅહું જુદી ભાષા બોલહે, તે તી પ્રાર્થના કોએ, કા જીં ચ્યાય આખ્યાં ચ્યા મતલબ પોતે હોમજાડી હોકે.
એને જીં કાય આપા પોરમેહેરાપાઅને માગતેહે, તી આમહાન ચ્ચા પાઅને મિળહે, કાહાકા આપા ચ્ચા આગનાહા પાલન કોઅતાહા, એને આમા તીંજ કોઅજેહે જીં ચ્ચાલ હારાં ગોમહે.