8 એને ચ્યે બેની જાંએ યોકા શરીરા બોની; યાહાટી કા ચ્યે આમીને બેન માઅહા હારકે નાંય, બાકી ચ્યે યોકાજ માઅહા હારકે હેય.
યાહાટી કા જ્યાલ પોરમેહેરાય યોકઠા જોડલા હેય, ચ્યાલ કાદાબી માઅહું આલાગ નાંય કોઆ જોજે”.
તુમા નોક્કીજ જાંઅતેહે, કા જો કાદો વેશ્યાઆરે શારીરિક સબંધ બોનાડેહે, તે તો ચ્યે આરે યોક શરીરા ઓઅય જાહે, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “ચ્યે બેની યોક શરીર બોની.”
યાજ પરમાણે, માટડો પોત-પોતાના થેઅયેવોય પોતાના શરીરાવોય જેહેકેન પ્રેમ કોઅહે તેહેકેન પ્રેમ કોએ, એને જો પોતાની થેઅયેવોય પ્રેમ કોઅહે, તો પોતાના શરીરાવોય પ્રેમ કોઅહે.