41 ઈ વોનાઈન દોહો શિષ્ય યાકૂબ એને યોહાના ઉપે ખિજવાયા લાગ્યા.
ઈ વોનાઈન દોહો શિષ્ય યાકૂબ એને યોહાનાલ ખિજવાયા લાગ્યા.
તોવે ઈસુય ચ્યાહાન પાહી હાદિન આખ્યાં કા, “તુમહાન ખોબાર હેય, કા જ્યા લોક યા દુનિયામાય જ્યા ઓદિકારી ગોણાતાહા, ચ્યા ચ્યાહા ઓદિકારા ઉપયોગ ચ્યાહા તાબામાઅને લોકહાઉપે ઓદિકાર ચાલાડાહાટી કોઅતાહા.
એને શિષ્યહામાય બોલા-બોલી જાયી કા, ચ્યાહામાય કું મોઠો હેય.
તોવે ઈસુવે શિષ્યહાન આખ્યાં, જ્યા લોક યા દુનિયામાય જ્યા ઓદિકારી ગોણાતાહા, ચ્યે ચ્યાહા ઓદિકારા ઉપયોગ ચ્યાહા તાબામાઅને લોકહાઉપે ઓદિકાર ચાલાડાહાટી કોઅતાહા, ચ્યા ચ્યાહા ઉપકારી આખાડતાહા.
તુમા પોતે કુટુંબા લોકહા હારકા યોકબીજાહાવોય પ્રેમ કોઆ, એને બીજહાન તુમહે કોઅતા હારાં માના.
સ્વાર્થ એને જુઠી બડાયીથી દુઉ રોજા, બાકી બોદે વિસ્વાસી નમ્ર બોનીન બીજહાન પોતા કોઅતા હારાં માને.
કાય તુમા ઈ વિચાર તે નાંય કોઅય રીયાહા કા પવિત્રશાસ્ત્રા ઈ વચન મતલબ વગર હેય: “તી આત્મા, જ્યાલ ચ્ચાય આમહે માજે બોહાડલાં હેય, મોઠી ઇચ્છાકોય આમહેહાટી ફિકાર કોઅહે”?