45 બાકી તો જાયન ઈ વાત આખા એને ફેલાવાં લાગ્યો, કા ઈસુવે માન હારો કોઅયો ઓલા હુદુ કા ઈસુ કોઅહાબી ગાવામાય ખુલી રીતે નાંય જાય હોક્યો, બાકી બારેજ એકાંત જાગામાય રિયો, તેરુંબી ચોમખીને માઅહે ચ્યાપાય યેતે આતેં.
એને ચ્યાહાય પોયહા લેયને જેહેકોય હિકાડવામાય યેનેલ, તેહેંજ કોઅયેલ, એને ઈ વાત આજેલોગુ યહૂદી લોક એહેકેન માનતાહા કા ઈસુ મોઅલા માઅને જીવતો નાંય જાયલો હેય.
એને યે વાતે ખોબાર ચ્યા બોદા ગાવહામાય ફેલાય ગિઇ.
બાકી ચ્યાહાય જાયને ચ્યા કામહા બારામાય બોદા ભાગામાય આખ્યાં.
આજુ યોકદા ઈસુ ગાલીલા દોરિયા મેરે ગીયો, એને બોજ માઅહે ચ્યાપાય યેને, એને ઈસુ ચ્યા લોકહાન પોરમેહેરા વચન હિકાડાં લાગ્યો.
ઈસુ ગોઓ ગીયો એને પાછી લોકહા બોજ ગીરદી જાયી, કા તો એને ચ્યા શિષ્ય ખાઅનાબી નાંય ખાય હોક્યા.
ઈસુ ચ્યા શિષ્યહાઆરે દોરિયા એછે પાછો ગીયો, એને ગાલીલ ભાગ ને યહૂદીયા વિસ્તારામાઅને બોજ માઅહે ચ્યાપાય ટોળો વોળીન જાં લાગ્યેં,
એને ઈસુવે લોકહાન આખ્યાં, કા “ઈ કાદાલ નાંય આખના કા માયે કાય કોઅલા હેય” બાકી જોલો વોદારે આખે કા નાંય આખના, તોલા વોદારે ચ્યા બીજહાન આખતા લાગ્યા.
યોક મોઠી ગીરદી ચ્યા પાહલા ચાલી, કાહાકા જ્યા નોવાયે ચમત્કાર તો બિમાર્યાહાવોય કોઅતો આતો, ચ્યે ચ્યાહાન એઅતે આતેં.
આંય એહેકેન યાહાટી આખતાહાવ, કાહાકા બોજ લોક હાચ્ચાં શિક્ષણાલ નાંય માની, એટલે, જ્યેં નોકામ્યો વાતો હિકાડતેહે એને બીજહાન દોગો દેતહેં, ખાસ કોઇન યહૂદી સુન્નત લોકહામાઅને જ્યા વિસ્વાસી બોની ગીઅલા હેય સુન્નત કોઅના જરુરી હેય એહેકેન આખનારા બોજ હેતા.