35 હાકાળેહે આજુ આંદારાંજ આતા તોવે ઈસુ ઉઠયો એને યોક એકાંત જાગામાય ગીયો એને પ્રાર્થના કોઅરા લાગ્યો.
જોવે ઈસુવાલ ઈ ખોબાર મિળી તોવે તાઅને તો ઉડીમાય બોહીન, યોક ઉજાડ જાગામાય માઅહા પાયને આલાગ નિંગી ગીયો, બાકી લોકહાન ચ્યા ખોબાર પોડી, એને ચ્યાહા શેહેરામાઅને ચ્યા પાગે ચાલીન ચ્યા પાહલા યેના.
એને લોકહાન જાં દેયન તો યોખલોજ યોકા ડોગાવોય પ્રાર્થના કોઅરાહાટી ચોડી ગીયો, એને રુવાળા પોડ્યા તોવે તો તાં યોખલોજ આતો.
તોવે સિમોન એને ચ્યા હાંગાત્યાહાય દેખ્યાકા ઈસુ નાંય હેય ચ્યાહાટી ચ્યા ચ્યાલ હોદા ગીયા.
બાકી તો ઉજાડ જાગામાય એકાંતમાય જાયન પ્રાર્થના કોઅતો આતો.
ચ્યા દિહાહામાય ઈસુ પ્રાર્થના કોઅરાહાટી યોકા ડોગાવોય ચોડી ગીયો, એને આખી રાત પોરમેહેરાલ પ્રાર્થના કોઅનામાય કાડી.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા ખાઅના પોરમેહેરા મોરજી પાલન કોઅના હેય જ્યેં માન દોવાડયો, એને ચ્યા કામાલ પુરાં કોઅના હેય, જીં માન હોપલા હેય.
ઈસુ જાંઆઈ ગીયો કા ચ્યાલ રાજા બોનાવાહાટી ચ્યે માઅહે દોઅરાં કોએત, તોવે તો પાછો ડોગાવોય યોખલોજ જાતો રિયો.
બોદે સમયે એને બોદયે રીતેકોય આપહાન તેહેકેનુજ પ્રાર્થના કોઅરા જોજે જેહેકેન પવિત્ર આત્મા આપહાન અગુવાઈ કોઅહે, એને વિનાંતી કોઅતા રા, એને જાગતા રા, કા બોદા પવિત્ર લોકહાહાટી હેય, એને કાયામ વિનાંતી કોઅતા રા.
ઈસુ ખ્રિસ્તા સ્વભાવ આતો તેહેકોય સ્વભાવ તુમહે બી રા જોજે.
ઈસુવાય યે દોરત્યેવોય રોતી સમય ઉચા આવાજામાય બોંબલીન એને રોડતાંજ, પોરમેહેરાલ, જો ચ્યાલ મોરણાથી બોચાવી હોકતો, પ્રાર્થના એને વિનાંતી કોઅયી, એને નમ્ર સમર્પણાલીદે ચ્યા વોનાવામાય યેના.