29 જોવે ઈસુ એને ચ્યા શિષ્ય ચ્યાહાય સોબાયે ઠિકાણ છોડયા તોવે સિમોન એને ચ્યા બાહા આંદ્રિયાસા ગોઓ ગીયા એને ચ્યાહાઆરે યાકૂબ એને ચ્યા બાહા યોહાનબી ચ્યાહાઆરે ગીયો.
પાછે ઈસુ એને ચ્યા શિષ્ય કાપરનાહુમ ગાવામાય ગીયા, એને જોવે પોરમેહેરા આરામા દિહી યેનો તોવે ઈસુ સોબાયે ઠિકાણે જાયને હિકાડતો લાગ્યો.
જોવે ઈસુ હિકાડતો આતો ચ્યેજ વેળાયે, ચ્યાહા સોબાયે ઠિકાણે યોક માઅહું આતા, ચ્યાલ બુત લાગલો આતો.
એને લોકહાય ચ્યા બારામાય બિજા લોકહાન આખ્યાં. એહેકેન ઈસુવા બારામાય બોદા ગાલીલ ભાગા આજુબાજુ શેહેરામાય લોકહાન ખોબાર પોડી ગિઇ.
ચ્યે સમયે સિમોના હાહુ બોજ જોરાવલી આતી, ચ્યા લીદે તી હુતલી આતી જોવે ઈસુ તાં ગીયો તોવે ચ્યાહાય તારાતુજ ઈસુલ ચ્યે બારામાય આખ્યાં કા સિમોના હાહુ જોરાવલી હેય.
ઈસુવે ચ્યાલ આખ્યાં “કોલાહા દોર હેતા, એને આકાશામાય ઉડતા ચિડહા ગોરા હેતા; બાકી આંય, માઅહા પોહાપાય યોક ગુઉ બી નાંય હેય કા જાં આંય હૂવી હોકુ.”