23 જોવે ઈસુ હિકાડતો આતો ચ્યેજ વેળાયે, ચ્યાહા સોબાયે ઠિકાણે યોક માઅહું આતા, ચ્યાલ બુત લાગલો આતો.
“જોવે બુત માઅહા માઅને નિંગી જાહે, તોવે ઉજાડ જાગામાય આરામ હોદતા ફિરહે, બાકી મીળે નાંય.
ચ્યા હિકાડના બારામાય લોકહાન બોજ નોવાય લાગી, કાહાકા તો મૂસા નિયમ હિકાડનારા ગુરુહુ હારકો નાંય, બાકી પુરાં ઓદિકારવાળા હારકો હિકાડે.
ચ્યે બોજ જોરથી બોંબલીન આખ્યાં, “ઓ નાજરેત ગાવા ઈસુ, તુલ આમેપાયને કાય જોજે? કાય તું આમહે નાશ કોઅરાહાટી યેનોહો? આંય તુલ વોળખુહુ, તું તે પોરમેહેરા પવિત્ર માઅહું હેતો.
જોવે ઈસુ એને ચ્યા શિષ્ય ચ્યાહાય સોબાયે ઠિકાણ છોડયા તોવે સિમોન એને ચ્યા બાહા આંદ્રિયાસા ગોઓ ગીયા એને ચ્યાહાઆરે યાકૂબ એને ચ્યા બાહા યોહાનબી ચ્યાહાઆરે ગીયો.
તોવે ઈસુય બોજ જાત-જાત્યા દુખ્યાહાન હારાં કોઅયા એને બોજ બુતાહાન માઅહા માઅને તાંગાડી કાડયા બુતાહાન ચ્યાય બોલા નાંય દેના કાહાકા ચ્યા ઈસુવાલ વોળખેત કા ઓ ખ્રિસ્ત હેય.
એને ઈસુ, બોદા ગાલીલ ભાગામાય સોબાયે ઠિકાણે જાયને પ્રચાર કોઅતો, એને બુતાલ માઅહા માઅને તાંગાડી કાડતો રિયો.
જોવે ઈસુ ઉડીમાઅને ઉત્યો, તોવે યોક માઅહાન બુત વોળાગલા આતો તો તારાતુજ માહણાહા માઅને નિંગીન ચ્યાલ મિળ્યો.
એને તારાત ચ્યા બારામાય વોનાઈન યોક બાય યેની એને ચ્યા પાગે પોડી ચ્યે પોહોયીલ બુત લાગલો આતો.
જોવે ઈસુય દેખ્યાકા, આજુબી બોજ ગીરદી ઓઅઇ રિઅલી હેય, તોવે ચ્યા બુતાલ દોમકાડીન આખ્યાં કા, “ઓ બુત, જીં યા પોહાલ બોઅરો બોનાવી રોયહો એને બોલાહાટી રોકી રોયહો, આંય તુલ એહેકેન આગના કોઅતાહાંવ, કા એલામાઅને નિંગી જો, એને પાછો વોળી યેયના નાંય.”