31 તોવે બુતાહાય ઈસુલ એહેકેન રાવ્યાં કોઇન આખ્યાં, “આમહાન ડુકરાહામાય દોવાડ ચ્યાહામાય નિંગી જાહું.”
એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.
“ચ્યા લોકહાન પોરમેહેરા વચન મા આખહા જ્યા ચ્યાલ વોનાયા નાંય માગે, જોવે તુમા એહેકેન કોઅહા, તે એહેકેન ઓઅરી જેહેકોય ચોખ્ખી વસ્તુ કુત્રહા આગલા ટાકી દેયના, એને ડુકરાહા આગલા મોતી ટાકના કાહાકા ચ્યે પાગહાતોળે ચ્યાહાન છુંદી ટાકી એને પાછે તુમહેવોય હમલો કોઅરી.”
ચ્યાહાથી વાહાયોક દુઉ યોક ડુકરાહા ટોળો ચોઅયા કોએ.
ઈસુવે ચ્યાહાન આગના દેની, તોવે બુત નિંગીન ડુકરાહામાય ઉરાય ગીયા, એને ડુકરાહા બોદો ટોળો કોરાડા ઉપને દોરિયામાય જાયન ટુટી પોડયો, એને બુડી મોઅયો, લગભગ બેન ઓજાર ડુકરાહા ટોળો આતો.
તોવે બુતડાહાય ઈસુલ ઓહડી રાવ્યાં કોઇન આખ્યાં, “આમહાન ડુકરાહામાય દોવાડ ચ્યાહામાય નિંગી જાહું.”
એને બોજ જોરખે બોંબલીન આખ્યાં, “ઓ ઈસુ, પરમપ્રધાના પોરમેહેરા પોહા, તુલ માયેપાઅને કાય જોજે? પોરમેહેરા નાંવા કોસામ લેતહાવ કા તું માન આબદા મા દેહે.”
યાહાટી તુમા બોદહાલ ખુશ ઓઅરા જોજે, જ્યેં હોરગામાય રોતેહેં, બાકી તુમા જ્યેં દોરતીવોય હેતેં એને જ્યેં દોરિયામાય હેય તુમહાવોય તરસ ખાં જોજે, કાહાકા બુતહા આગેવાન સૈતાન નિચે તુમહે પાહી યેય ગીઅલો હેય, તો બોજ ખિજવાલો હેય, કાહાકા તો જાંઅહે કા ચ્યા માહારુજ અંત ઓઅય જાનારો હેય.”