26 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ વોછો બોરહો કોઅનારાહાય, તુમા કાહા ગાબરાતાહા?” તોવે ચ્ચાય ઉઠીન વારાલ એને લાફાહાન દોમકાડયા, એને બોદા શાંત ઓઅઇ ગીયા.
ઈ બોદા જાંઆઈન, ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ વોછા બોરહા વાળહાય, તુમા યોક-બિજા આરે કાહા વિચાર કોઅતાહા કા આપહેવોય બાખે નાંય હેય?
ઈસુવે ચ્યાહાન આખ્યાં, તુમહે બોરહો વોછો હેય, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ, તુમહે બોરહો યોક રાયે દાણા ઓલહો રોય, તોવે તુમા યા ડોગાલ આખી હોકતાહા, ઈહીંરે પાછો ઓટીજો, તોવે તો પાછો ઓટી જાઅરી, એને તુમહેહાટી કાયજ અસંભવ નાંય હેય.
જો પોરમેહેર રાનામાઅને ગાહીયા તીં આજે હેય એને કાલે વાડીન આગડામાય ટાકી દી, ઓહડાલ તો હારાં બોનાડેહે તે ઓ વોછો બોરહો થોવનારાહાય, તો હાચ્ચોજ તુમહે દેખભાલ કોઅરી.
એને ચ્યા નોવાય પામીન આખા લાગ્યા કા, ઈ કોહડા માઅહું હેય કા વારો એને પાઆય બી ચ્યા આગના માનતેહેં.
તોવે ઈસુવે ચ્યા બુતાલ દોમકાડીન આખ્યાં, ઠાવકોજ રો, એને ચ્યામાઅને બાઆ નિંગી જો, તોવે બુત ચ્યાલ વોચમાય પાડી ટાકીન ચ્યા નુકસાન કોઅયા વોગાર ચ્યામાઅને નિંગી ગીયો.
આબ્રાહામાય પોરમેહેરા વાયદાહાવોય શંકા નાંય કોઅયી બાકી ચ્યાવોય મજબુત બોરહો કોઇન પોરમેહેરા મહિમા કોઅયી.
ચ્યા જમણો પાગ દોરિયામાય થોવલો આતો, એને ચ્યા ડાવો પાગ દોરત્યેવોય થોવલો આતો, એને ચ્યા આથામાય યોક વાહની ચોપડી ખોલલી આતી.