22 બાકી ઈસુવે આખ્યાં, “તું મા શિષ્ય બોનાહાટી મા આરે યે, ચ્યાહાલ ચ્યાહા લોકહા મોઅના વાટ જોવાં દે.”
બિજો યોક શિષ્ય આખહે, “પ્રભુ, માન પેલ્લા મા ગોઓ જાં દે, મા આબહાલ, આંય ડાટી દેયન યીહીં, પાછે આંય યેયન તો શિષ્ય બોનહી.”
જોવે ઈસુ તાઅને આગલા ગીયો, માથ્થી નાંવા યોક માઅહાન કર લેઅના નાકાવોય બોઠલો દેખ્યો, એને ચ્યાલ આખ્યાં, “મા આરે ચાલ, આંય તુલ મા શિષ્ય બોનાવીહી.” તો કામ છોડીન ઈસુવાઆરે ગીયો.
આજુ વાયજ આગલા જાતા ઈસુવે આલફેયા પોહો લેવી જો જકાતદાર આતો ચ્યાલ કર લેઅના નાકાવોય બોઠલો દેખ્યો એને ચ્યાય લેવીયાલ આખ્યાં, “મા શિષ્ય બોન.” એને તો કામ છોડીન ઈસુવા શિષ્ય બોની ગીયો.
કાહાકા ઈ એહેકોય આતા જેહેકેન મા પોહો મોઅઇ ગીઅલો આતો, પાછો જીવતો ઓઅય ગીયહો, ઓ ટાકાય ગીઅલો આતો બાકી આમી મિળી ગીયહો એને ચ્યા આનંદ મોનાવા લાગ્યા.”
બાકી આમી આનંદ કોઅરા એને મગન ઓરા જોજે કાહાકા તો ઓ બાહા જેહેકોય મોઅઇ ગીઅલો આતો એને પાછો જીવતો ઓઅય ગીયહો, જો ટાકાય ગીઅલો આતો, બાકી આમી મિળી ગીયહો.’”
ઈસુય બિજા યોકાલ આખ્યાં, મા શિષ્ય બોની જો, ચ્યાય આખ્યાં, “પ્રભુ, માન પેલ્લા મા ગોઓ જાં દે, મા આબહાલ આંય ડાટી દેયન યાંવ, પાછે આંય તો.”
ચ્યાલ ચ્યે આખ્યાં, “જ્યા લોક આત્મિક રીતે મોઅલા હેય, ચ્યાહાન ચ્યા લોકહા મોઅના વાટ જોવાં દે, બાકી તું જાયને પોરમેહેરા રાજ્યા વાત આખ.”
બીજે દિહી ઈસુવે ગાલીલ ભાગા એછે જાઅના વિચાર કોઅયો, તોવે ફિલિપ ચ્યાલ મિળ્યો, તોવે ઈસુવે ચ્યાલ આખ્યાં, “મા શિષ્ય બોન.”
ઈસુય ઈ આખાહાટી આખ્યાં, કા પિત્તર કેહેકેન મોઅરી એને પોરમેહેરાલ મહિમા કોઅરી, એને એહેકોય આખીન ચ્યાલ આખ્યાં, “મા શિષ્ય બોની રો.”
ઈસુવે ચ્યાલ આખ્યાં, “જો મા ઇચ્છાકોય તો આંય પાછો યીહીં તાંવ લોગુ તો જીવતો રોય, તે તુલ કાય? તું મા શિષ્ય બોની રો.”
પેલ્લા તુમહાપાય પોરમેહેરાપાઅને નોવા જીવન નાંય આતા, તુમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં.
જોવે આમા ખારાબ કામ એને પાપ કોઅના લીદે મોઅલા લોકહા હારકે આતેં, તે પોરમેહેરાય આપહાન ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા, પોરમેહેરા સદા મોયા લીદે આપહે તારણ જાયલા હેય.
યાહાટી માઅહે એહેકેન આખતેહે, “તું જો હૂવી જાનારો જાગી જો, એને મોઅલા માઅને જીવી ઉઠ, તે ખ્રિસ્તા ઉજવાડો તોવોય ચોમકી.”
એને જોવે તુમા તુમહે પાપ એને સુન્નત હારકા મોઅલા આતા, તોવે પોરમેહેરાય ખ્રિસ્તાઆરે જીવતા કોઅયા એને આપહે બોદા પાપ માફ કોઅયા.
જ્યો વિધવા ચ્યેહે બોદો સમય મોજમજામાય વિતાવે, ચ્યો યોક મોઅલા માઅહા હારક્યો હેય, ચ્યો જીવત્યો રોયનેબી, મોઅલા માઅહા હારક્યો હેય.