21 “જ્યેં માન, ‘ઓ પ્રભુ! ઓ પ્રભુ!’ એહેકેન આખતેહે, ચ્યાહામાઅને બોદાંજ લોક હોરગા રાજ્યમાય નાંય જાય હોકી, બાકી તોજ જાય હોકી જો મા હોરગ્યા આબહા મોરજી પરમાણે જીવન જીવહે.
કાહાકા જીં કાદાં હોરગ્યા આબહા ઇચ્છા પુરી કોઅહે, તીંજ મા બાહા, એને મા બોઅહી એને મા આયહો હેય.”
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “ઓ સિમોન, યોના પાહા, તું ધન્ય હેય, કાહાકા કાદે માઅહા લોય થી નાંય, બાકી મા આબહો જો હોરગામાય હેય, ઈ વાત તુલ જાણાવિહી.
“હાચવીન રા, કા યા વાહાનાહા માઅને કાદાલ નોકામ્યા મા ગોણતા, કાહાકા તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, હોરગામાય ચ્યા હોરગા દૂત મા આબહા આરે કાયામ રોતહા.
આંય પાછો તુમહાન આખતાહાવ, જોવે તુમહેમાઅને બેન માઅહે દોરતીવોય યોકદયે જરુરી વાતેહાટી યોકા મોનાકોય પ્રાર્થના કોઇન માગે, ચ્યાહાન હોરગામાઅને આબહો દી.
એને ઈસુવે આખ્યાં, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, જાંઉ લોગુ તુમા બદલાયન એને પાહા રોકા નાંય ઓઈ જાહા, તુમા હોરગા રાજ્યામાય જાય નાંય હોકહા.
“યેજપરમાણે તુમહેમાઅને જો કાદો પોતે હાંગાત્યા વિસવાશ્યાલ હાચ્ચે મોને પાપ માફ નાંય કોઅઇ, તે મા આબો જો હોરગામાય હેય, તોબી તુમહેઆરે એહેકેનુજ કોઅરી.”
આંય તુમહાન આખતાહાવ, કા ઉટડાલ હુવ્યે નાકલામાંઅરે જાઅના કોઠાણ હેય, તેહેકોય માલદાર માઅહાન પોરમેહેરા રાજ્યામાય જાઅના બોજ કોઠાણ હેય.”
જોવે ચ્યો વેચાતાં લાં જાત, તોવે વોવડો યેય પોઅચ્યેલ, એને જ્યો તિયારી આત્યો, ચ્યો ચ્યાઆરે વોરાડા ગોઆમાય જાત્યો રિયો એને બાઅણા લાવી લેદા.
ચ્યા માલિકાય ચ્યાલ આખ્યાં, ધન્ય હેય મા લાયક્યે એને ઈમાનદાર ચાકાર, તું વોછામાય ઈમાનદાર રિયો, આંય તુલ બોજ વસ્તુહુ ઓદિકારી બોનાડહી, તો માલિકા આનંદામાય ભાગીદાર બોન.”
પાછો ઈસુ વાહાયોક દુઉ ગીયો એને મેંડયે પોડયો એને પોતે ચેહેરો દોરત્યેવોય ટેકાડી દેનો એને પ્રાર્થના કોઅરા લાગ્યો, “ઓ પિતા, નોકીજ બોની હોકેત યા દુઃખા પિયાલો માથી દુઉ ઓઅઇ જાય, તેરુંબી જેહેકોય આંય વિચારતાહાવ તેહેકેન નાંય, બાકી જેહેકોય તું વિચારતો તેહેકોયનુજ ઓએ.”
આજુ યોકદા પાછા જાયને ચ્યે ઓહડી પ્રાર્થના કોઅયી કા, ઓ મા આબા જોવે વાટકો પિયા વોગાર માયેપાઅને નાંય ઓટી હોકે, તે તું તો મોરજયેકોય ઓઅરા દે.
કાહાકા જીં માઅહું પોરમેહેરા મોરજી પુરી કોઅહે, તીંજ મા બાહા, એને બોઅહી એને આયહો હેય.”
પાપ કોઅના બોદે કારણે દુઉ કોઆ ચ્યાલ પુરીરીતે મોનાઈ કોઆ જેહેકોય કા પોતે ડોળો બાઆ કાડી દે, જો તુમહે પાપ કોઅના કારણ બોનહે, જોવે તુમા પોરમેહેરા રાજ્યામાય જાતહેં, ભલે તુમહેપાય યોક ડોળો હેય તી હારાં હેય, બાકી તુમહેપાય બેન ડોળા હેય એને તુમા નરકા કોળીમાય જાહા, તે તી ખારાબ હેય.
ઈસુવે આખ્યાં, “હાં, બાકી ધન્ય હેય જ્યેં પોરમેહેરા વચન વોનાયને પાળતેહે.”
જોવે પોરમેહેર, જો ગોઆ માલિક હેય, દરવાજો બોંદ કોય દી, એને તુમા બારે ઉબે રોઇન દારવાજો ખોકડાવીન રાવ્યાં કોઇન આખહા, ‘ઓ પ્રભુ, આમેહાટી દારવાજો ખોલી દે,’ એને તો જોવાબ દી, ‘આંય તુમહાન નાંય વોળખું, તુમા કેછને હેય?’
ઉટડાલ હુવ્યે નાકલામાંઅરે જાઅના કોઠાણ હેય, તેહેકોય માલદાર માઅહાલ પોરમેહેરા રાજ્યામાય જાઅના બોજ કોઠાણ હેય.”
“જોવે તુમા મા આખલ્યા નાંય માનેત, તો માન ‘ઓ પ્રભુ, ઓ પ્રભુ’ કાહા આખ્યાં કોઅતાહા?
જોવે તુમા માન જાઅતા, તોવે મા આબહાલ બી જાઅતા, એને આમી ચ્યાલ જાંઅતાહા, એને ચ્યાલ દેખ્યહો બી.”
જો કાદો મા આરે આડાઇ કોઅહે, તો મા આબહા આરેબી આડાઇ કોઅહે.
ઈસુવે જવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાઅયા કોઇન એને પવિત્ર આત્માકોય જન્મો નાંય લેય તોવે તો પોરમેહેરા રાજ્યામાય નાંય પ્રવેશ કોઅઇ હોકે.
બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા આબો પોરમેહેર સાદા કામ કોઅહે, એને માન બી કામ કોઅરા જોજે.”
કા ઈજ મા આબહા મોરજી હેય, કા જીં માઅહું પોહાલ એએ એને ચ્યાવોય બોરહો કોએ તો અનંતજીવન મિળવે, એને ચ્યાલ આંય છેલ્લે દિહે જીવતો ઉઠાડીહી.”
જો કાદાં માઅહું ચ્યા ઇચ્છા પુરી કોઅરા માગહે તોવે ચ્યાલ ખોબાર પોડી કા મા શિક્ષણ પોરમેહેરા પાયને હેય કા પોતા કોઇન આખતાહાવ.
એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.
યા દુનિયા લોકહા હારકા તુમા નાંય બોના, બાકી તુમહે મોન બોદલાય જાયનાકોય તુમહે ચાલ-ચલન બી બોદલાય જાય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા કાય હેય, એને ચ્યાલ કાય ગોમહે, એને ચ્યા સિદ્ધ ઇચ્છા કાય હેય, તી માલુમ કોઅતે રા.
કાહાકા પોરમેહેરા નોજરેમાય મૂસા નિયમ વોનાનારા ન્યાયી નાંય, બાકી મૂસા નિયમ પાળનારે ન્યાયી ઠોરી.
તુમા માઅહાન ખુશ કોઅરાહાટી દેખાડાં પૂરતાજ નાંય કામ કોઅતા, બાકી ખ્રિસ્તા સેવાકાહા હારકા સેવા કોઆ, જો ચ્યા પુરાં મોનાકોય તીંજ કોઅહે જીં પોરમેહેરા ઇચ્છા હેય કા ચ્ચે કોએ.
ઇપફ્રાસ જો તુમહે ગાવામાઅને એને ખ્રિસ્ત ઈસુ સેવક હેય, તુમહાન સલામ આખહે. તો તુમહેહાટી લાગણી થી પ્રાર્થના કોઅહે, કા તુમા બોદી વાતહેમાય પોરમેહેરા ઇચ્છા પુરીરીતે પુરી કોઅરાહાટી મજબુત બોની રોય.
કાહાકા પોરમેહેરા મોરજી ઈજ હેય, કા તુમહાન પવિત્ર બોના જોજે, એને વ્યબિચાર નાંય કોઅરા જોજે.
બોદી પરિસ્થીતીમાય પોરમેહેરા ધન્યવાદ કોઆ, કાહાકા તુમહેહાટી ઈસુ ખ્રિસ્તામાય ઈંજ પોરમેહેરા મોરજી હેય.
ચ્યા જુઠા ગુરુ આખતાહા કા આમા પોરમેહેરાલ વોળાખજેહે, બાકી ચ્યાહા કામહાકોય ખોબાર ઓઅહે કા ચ્યા નાંય વોળખે, કાહાકા ચ્યા નફરત કોઅતાહા, પોરમેહેરા આગના નાંય માનનારા, એને કાયબી હારાં કામ કોઅરા લાયકે નાંય હેય.
તુમહાન બોદા હારાં કામમાય બોદાજ ગુણહાથી સિદ્ધ કોએ, જ્યાથી તુમા ચ્યા ઇચ્છા પુરી કોએ, એને ચ્યાલ જીં હારાં ગોમહે, ચ્યાલ ઈસુ ખ્રિસ્તા કોઇન આમહેમાય પુરાં કોએ, જ્યા મહિમા કાયામુંજ ઓઅતી રોય. આમેન.
ઈસરાયેલા ચ્યા લોક, જ્યાહા વોચમાય પેલ્લીવાર હારી ખોબારે ઘોષણા કોઅલી ગીયેલ, ચ્યે આરામા જાઅનામાય જાય નાંય હોક્યે કાહાકા ચ્યાહાય પોરમેહેરા આગના નાંય માની, બાકી લોકહાન ચ્યા આરામા જાગામાય જાંહાટી આમીબી મોકો હેય.
બાકી પોરમેહેરા વચન પાળનારા બોના, એને ફક્ત વોનાનારાજ નાંય જ્યા પોતાલ દોગો દેતહેં.
કાહાકા પોરમેહેરા ઇચ્છા ઓહડી હેય, તુમા હારાં કામ કોઆ એટલે તુમા ચ્યા મૂર્ખ લોકહાન તુમહે વિરુદ ગલત દોષ થોવના થી રોકી હોકે જ્યેં પોરમેહેરાલ નાંય જાંએત.
એટલે ભવિષ્યામાય આપહે બાકી રીઅલા શારીરિક જીવન માઅહા ઇચ્છા પરમાણે નાંય બાકી પોરમેહેરા ઇચ્છા પરમાણે જીવતા રા.
આંય ચ્યાહાન રાજ્ય કોઅરાહાટી તો ઓદિકાર દિહી જેહેકેન મા આબહાય માન દેનલો હેય, ચ્યાહા રાજ્ય લોખીંડા હારકા મજબુત ઓઅરી જીં ટૂટે નાંય, એને ચ્યાહા દુશ્માન ફૂટી ગીઅલા કાદવા વાહણાહા હારકા રોય.
ધન્ય હેય ચ્યા, જ્યે પોતાને ફાડકે ગેટા લોયાથી દોવી લેતહેં, કાહાકા ચ્યાહાન શેહેરા બાઆવા માઅને જાઅના એને જીવના જાડાવોયને ફળ ખાઅના ઓદિકાર રોય.
જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાબી ચ્યાહા હારકે ઉજળેં ફાડકે પોવી, એને આંય ચ્યા માઅહા નાંવ ચ્યે જીવના ચોપડીમાઅને નાંય મિટાડીહી, બાકી મા આબહાલ એને ચ્યા હોરગા દૂતહાલ આખહી કા યા મા આગના પાલન કોઅનારા લોક હેતા.