4 યાહાટી કા તો જીં દેનલા દાન દુબલાં રોય, તોવે પોરમેહેર તો આબહો જો ગુપ્તમાય એઅહે તો તુલ પ્રતિફળ દી.”
જો કાદો યોક ગોલાસ પાઆઈ તુમહાન યાહાટી પાજી કા તુમા મા શિષ્ય આખાતાહા, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા પોરમેહેર નોક્કીજ ચ્યા માઅહાન ઇનામ દેઅરી.
યાહાટી કા લોક તુમહે ઉપહા નાંય જાંએ, બાકી તુમહે આબહો જો ગુપ્તમાય હેય, તુમહાન ઉપહા કોઅનારો જાંએ, તોવે તો આબહો જો ગુપ્તમાય એઅહે, તો તુમહાન પ્રતિફળ દેઅરી.”
બાકી તુમા જોવે દાન દાહા તીં એહેકેન દેયના કા કાદાલ ખોબાર નાંય પોડે કા તુયે કાય દેનહા.
બાકી તું જોવે પ્રાર્થના કોએ, તોવે તો ખોલ્યેમાય જો, એને બાઅણા બંદ કોઇન તો આબહો જો ગુપ્તમાય હેય ચ્યાલ પ્રાર્થના કોઓ, તોવે તો આબહો તુલ ગુપ્તમાયને એઅહે, તુલ પ્રતિફળ દેઅરી.”
તોવે તું ધન્ય ઓઅહે, કાહાકા ચ્યાહા પે તુલ બોદલો દાંહાટી કાયજ નાંય હેય, બાકી તુલ ન્યાયી લોક મોઅલા માઅને પાછા જીવી ઉઠી, તોવે પોરમેહેર તુલ ચ્યા ઇનામ દી.”
કાહાકા કોઅહીજ વસ્તુ ઓહડી નાંય હેય કા તી ડાકલી રોય એને યોકતી વસ્તુ ઓહડી નાંય હેય કા તી દુબાડી હોકાય બાકી બોદાંજ ખુલ્લાં પોડી જાય.
યાહાટી જાવ લોગુ પ્રભુ પાછો નાંય યેય, તાંવ લોગુ કાદાં પારાખ નાંય કોઅના, તોજ સાફ રીતીકોય ચ્યા બોદા લોકહા મોનામાઅને વિચારાહાલ પારખી જ્યાહા બારામાય બિજો કાદો ચ્યાહાન નાંય જાંએ, તોવે પોરમેહેરાપાઅને દરેકા વાહવા ઓઅરી.
એને દુનિયા કોઅહાબી જોનાવર પોરમેહેરાથી દુબલાં નાંય હેય, ચ્યા હામ્મે બોદ્યોજ વસ્તુ ખુલ્લ્યો એને પ્રગટ હેય બાકી તો તોજ હેય જ્યાલ આપહે ઇસાબ દાં પોડી.
પોરમેહેર તુમહે હાંબાળ કોઅરા યોગ્ય હેય, કા તુમા પાપમય જીવના લીદે પોડી નાંય જાય, તો તુમહાન મહિમામય પોરમેહેર એટલે પોતાનાપાય લેય યેઅના માય એને તુમહાન નિર્દોષ એને આનંદથી પરિપૂર્ણ કોઅના યોગ્ય હેય.
એને આંય ચ્યા લોકહાન માઆઇ ટાકી દિહી, જ્યેં ચ્યે શિક્ષણા અનુસરણ કોઅતેહે, એને બોદી મંડળ્યેહેન ખોબાર પોડી જાય કા આંયજ હેતાંવ જો બોદા માઅહા વિચાર એને ઉદેશ્ય પારખ કોઅતાહાંવ, આંય તુમહામાઅને દરેકા તુમહેકોય કોઅલા ગીઅલા કામહાનુસાર ડૉડ દિહી.