14 “યાહાટી જોવે તુમા માઅહા પાપ માફ કોઅહા, તોવે પોરમેહેર, તુમહે આબહો જો હોરગામાય હેય, તુમાહાલ માફ કોઅરી.
ધન્ય હેતેં ચ્યે, જ્યેં દયાળુ હેતેં, કાહાકા પોરમેહેર ચ્યાહાવોય દયા કોઅરી.
જેહેકોય જ્યાહાય આમે વિરુદ પાપ કોઅલા આતાં, ચ્યા વિરુદયાહાલ આમાહાય માફ કોઅયા, તેહેકોય તુંબી આમહે પાપહા માફ કોઓ.
કાહાકા જ્યે પરમાણે તુમા દોષ લાવતેહે, ચ્યેજ પરમાણે પોરમેહેર તુમાહાવોય બી દોષ લાવી, એને જ્યે રીતે, તુમા બીજહા ન્યાય કોઅતાહા, તેહેકોયજ પોરમેહેર તુમહે બી ન્યાય કોઅરી.”
એહેકેન જોવે તુમા ઉબા રોઇન પ્રાર્થના કોઅતાહા, તોવે પેલ્લા ચ્યાહાન માફ કોઅરા જ્યાંય તુમહે વિરુદમાય બુલ કોઅયી ઓરી. યાહાટી કા તુમહે પોરમેહેર જો હોરગામાય રોહે તેરુંબી તુમહાન તુમહે પાપ માફ કોઅય.
તુમા બીજહાવોય દોષ મા થોવહા, યાહાટી કા તુમાહાવોય બી કાદો દોષ નાંય થોવે. કાદાલ દોષી મા ઠોરવાહા તે પોરમેહેર તુમહાનબી દોષી નાંય ઠોરવી. માફ કોઆ, તે પોરમેહેર તુમહાનબી માફ કોઅરી.
ચ્યા બોદલે યોક બિજાવોય કૃપા રાખા એને દયા કોઆ, એને જેહેકેન પોરમેહેરે તુમહાન ખ્રિસ્તામાય તુમહે પાપહા માફી દેની, તેહેકેન તુમાબી યોકબીજા પાપ માફ કોઆ.
એને જ્યા કાદા દોષ ઓઅરી તે તુમા યોકા બીજહાન સહન કોય લા, એને યોકાબીજા ગુના માફ કોઅય દા, જેહેકેન પ્રભુય તુમહે ગુના માફ કોઅયાહાં, તેહેકેન તુમાબી કોઆ.
કાહાકા જ્યાંય દયા નાંય કોઅયહી, ચ્ચા દયા વોગાર ન્યાય ઓઅરી, દયા ન્યાયાવોય જીત મેળવી.
યાકોય પોરમેહેરા પોહેં, એને સૈતાના પોહેં વોળખાય જાતહેં, જ્યા લોક ધાર્મિક કામ કોઅતાહા એને જ્યા પોતે બાહહાન પ્રેમ કોઅતાહા ચ્ચા પોરમેહેરાથી હેય.