આપહાન આમી લોગુ બોદા કાય સાફ રીતીકોય નાંય હોમજાય, બાકી યેનારા સમયમાય, આપા આસલીમાય બોદા કાય હોમજી જાહું, કાહાકા આપા પોરમેહેરાલ હામ્મે-હામ્મે એઅહુ, આમી આપહાન પુરાં જ્ઞાન નાંય હેય, જોવે તો દિહી યી, આપા આસલીમાય પોરમેહેરાલ જાંઅહું, જેહેકેન પોરમેહેર આપહાન જાંઅહે.