48 યાહાટી તુમા કાયામ તીંજ કોઆ જીં હારાં હેય, જેહેકોય તુમહે હોરગામાઅને આબહો જીં હારાં હેય તીંજ કોઅહે.
ચ્યાજ પરમાણે તુમહે ઉજવાડો માઅહા હોમ્મે ચોમકે કા ચ્યે તુમહે હારેં કામે એઇન તુમહે પોરમેહેર આબહો, જો હોરગામાય હેય, ચ્યા સ્તુતિ કોઅય.”
ચ્યાથી તુમા તુમહે હોરગ્યા આબહા પોહા બોનહા કાહાકા પોરમેહેર હારાં એને માઠાં લોકહાવોય દિહી દેહે, એને ન્યાયી એને અન્યાયી લોકહાહાટી પાઆઈ પાડહે.
એને તુમા તુમહે બાહાહાલુજ સલામ કોઅતાહા, તે કોઅહા મોઠા કામ કોઅતાહા? કાહાકા ગેર યહૂદી બી, જ્યા પોરમેહેરા નિયમા પાલન નાંય કોએ, ચ્યા એહેકેનુજ કોઅતાહા.
જેહેકોય તુમહે આબો દયા કોઅહે, તેહેકોય તુમાબી દયા કોઆ.
શિષ્ય પોતાના ગુરુઆ કોઅતા મોઠા નાંય બોને; બાકી જ્યા બોણના પુરાં ઓઅચ, તો ગુરુવા હારકો રોય.
આમી, ઓ બાહાહાય એને બોઅયેહેય, આનંદામાય રા, સિદ્ધ ઓઅતા જાયા, યોકબિજાલ ઈંમાત દા, યોકાજ વિચારા બોના, મિળીન રા, એને પ્રેમ એને શાંતીદાતા પોરમેહેર તુમહેઆરે રોઅરી.
જોવે આમા નોબળા હેય, એને તુમા લોક બોરહામાય બળવાન હેય, તોવે આમા આનંદમાય રોજહે, એને ઈ પ્રાર્થનાબી કોઅજેહે, કા તુમા લોક બોરહામાય સિદ્ધ ઓઅઇ જાયા.
ઓ પ્રિય બાહા એને બોઅયેહેય, કાહાકા પોરમેહેરે આપહાન પોતાના પોહહા હારકા સ્વીકાર કોઅરાહાટી યે રીતે વાયદો કોઅયોહો, તે યા, આપા પોતાના શરીર એને આત્મા બોદા મેલાપણા ચોખ્ખાં કોઅતે, એને પોરમેહેરા દાક રાખીન પુરીરીતેથી ચોખ્ખાં જીવન જીવા કોશિશ કોઆ.
યા લીદે, આંય પાઉલ ગેર યહૂદી લોકહામાય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅના લીદે જેલેમાય કૈદ હેતાંવ.
આમા બિજા લોકહાન ખ્રિસ્તા બારામાય આખજેહે, જીં પોરમેહેરાય આમહાન પુરાં જ્ઞાન દેનહા ચ્યાકોય આમા બોદહાન ચેતાવણી દેજહે એને શિક્ષણ દેજહે, કા આમા ઈ પાકી ખાત્રી કોઅય હોકજે, જોવે ચ્યે પોરમેહેરા હામ્મે ઉબે રોય, બોદે ખ્રિસ્તામાય યોક પાકે વિસ્વાસી રોય.
ઇપફ્રાસ જો તુમહે ગાવામાઅને એને ખ્રિસ્ત ઈસુ સેવક હેય, તુમહાન સલામ આખહે. તો તુમહેહાટી લાગણી થી પ્રાર્થના કોઅહે, કા તુમા બોદી વાતહેમાય પોરમેહેરા ઇચ્છા પુરીરીતે પુરી કોઅરાહાટી મજબુત બોની રોય.
યાહાટી પરીક્ષાયે વોચ્ચે ઈસુવાવોય આપહે બોરહો બોનાડી રાખા, કા તુમા આત્મિક રીતે મજબુત એને સિદ્ધ ઓઅય જાં એને તુમહામાય કોઅયેહેબી હાર્યે વાતે કમી નાંય રોય.
એને જો કાદો ખ્રિસ્તાવોય ઓહડી આશા રાખહે, તો પોતે એહેકોય પવિત્ર બોનહે જેહેકોય ખ્રિસ્ત પવિત્ર હેય.