39 બાકી આંય તુમહાન ઈંજ આખતાહાવ કા, દુષ્ટા બોદલો નાંય લેઅના, બાકી જો કાદો તો જમણા ગાલાવોય થાપડે કોઇન ઠોકે, તે બિજો ગાલ બી ચ્યાએછે ફીરવી દે.
એને જોવે કાદો તોવોય ન્યાયાલયામાય વિરુદ કોઇન તો ડોગલી માગે તોવે, ચ્યાલ કોટ બી દેય દેઅના.
એને ઈસુ ડોળા દોડપીન ચ્યાલ પુછ્યાં, “ભવિષ્યવાણી કોઇન આખ કા તુલ કુંયે ઠોક્યાં.”
મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોક ઈસુવાવોય દોષ લાવાહાટી ટુંગી રીઅલા આતા, કા ઈસુ આરામા દિહી હારો કોઅહે કા નાંય.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “માયે કાય જુઠા આખ્યાં ઓરી તોવે તી જુઠા માન દેખાડ, બાકી જો હાચ્ચાં આખ્યાં, તોવે તું માન કાહા ઠોકતોહો?”
બાકી હાચ્ચાંજ તુમા વિસ્વાસી લોકહા હારકા વ્યવહાર નાંય કોઅય રીઅલે હેય, તુમા વિસ્વાસી-વિસ્વાસી વિરોધમાય કોચરીમાય ફિરાદ કોઅતાહા, એહેકોય કોઅના કોઅતા જો કાદો વિસ્વાસી તુમહેઆરે ગલત વ્યવહાર કોઅહે તે કોઅરા દા, એને જો યોક વિસ્વાસી માઅહાય દોગો દેયને તુમહાપાઅને પેચકી લેદલા હેય, તે સહન કોઅય લા.
દિયાન દા કા કાદે તુમહેઆરે ખોટાં કોઅયા ઓરી, તો ચ્યા બોદલામાય ચ્યા ખોટાં નાંય કોઅના, બાકી તુમા સાદા વિસ્વાસી લોકહા એને બોદહાહાટી હારાં કામ કોઅરાહાટી કોશિશ કોઆ.
તુમા પાપા વિરુદમાય સામનો કોઅતાહા, બાકી તુમહે લોય નાંય વોવાડ્યા ઓરી.
તુમાહાય ન્યાયી માઅહાલ દોષી ઠોરવીન માઆઇ ટાક્યોહો, તો તુમહે વિરુદ નાંય કોએ.
ખારાબા બોદલે ખારાબ મા કોઅહા નાંય નિંદા બોદલે નિંદા કોઅના, બાકી યા ઉલટાં બોરકાતુજ દા કાહાકા પોરમેહેરે તુમહાન યાહાટીજ હાદ્યાહા, જો તુમા એહેકેન કોઅતાહા તે પોરમેહેર તુમહાનબી બોરકાત દેઅરી.