37 બાકી તુમહે વાત હાં તે હાં નાંય તે નાંય રા જોજે; કાહાકા જીં કાય ચ્યાથી વોદારે ઓઅરી તીં જુઠા કામહાથી એટલે સૈતાનથી ઓઅહે.
વાટેમાય પોડલો બિયારો ચ્યા હારખા હેતા, જીં માઅહું વચન વોનાયે બાકી તારાતુજ સૈતાન યેઇન ચ્યાહા મોનામાઅને વચન વિહરાવી દેહે.
રાન દુનિયા લોક હેય, હારો બિયારો પોરમેહેરા રાજ્યા લોક હેય. ટોળ્યા એટલે ચ્ચા સૈતાના લોક હેય.
કાહાકા ચ્યા મોનામાઅરે ખારાબ વિચાર, ખૂન, વ્યબિચાર, લુચ્ચાઈ, ચોરી, જુઠી સાક્ષી, નિંદા ઓહડે બોદે પાપે નિંગતેહે.
પોતાના ટોલપ્યે બી કોસામ નાંય ખાઅના કાહાકા તું યોક કીહ્યાલ બી ઉજળો નાંય કોઅઇ હોકે, કા નાંય કાળો કોઅઇ હોકતોહો.
આમહાન પરીક્ષામાય મા ટાકહે, બાકી સૈતાના કામહાથી બોચાડ, (કાહાકા રાજ્ય એને પરાક્રમ એને મહિમા ઈ કાયામ તોજ હેય. આમેન.)”
આંય ઈ પ્રાર્થના નાંય કોઅઉ, કા તું ચ્યાહાન દુનિયામાઅને લીલે, બાકી ઈ કા તું ચ્ચાહાન ચ્યા દુષ્ટ એટલે સૈતાન પાઅને બોચાવી રાખ.
તુમા તુમહે આબહો સૈતાનાપાઅને હેતા, એને તુમા તુમહે આબહા ઉસ પુરી કોઅરા માગતાહા, તો તે પેલ્લેથી ખૂની હેય, એને હાચ્ચાયેવોય મજબુત નાંય રોય કાહાકા ચ્યામાય હાચ્ચાં હેયેજ નાંય. જોવે તો ઠોગીન વાત કોઅહે, તોવે તો પોતા મોના વિચાર કોઇન આખહે, કાહાકા તો ઠોગ હેય, એને ઠોગનારાહા આબહો હેય.
યાહાટી છેતારના છોડી દા, એને બોદા વિસ્વાસી લોકહાઆરે હાચ્ચાં બોલા, કાહાકા આપા યોકુજ શરીરા અવયવ હેજે.
એને યા બોદહાઆરે બોરહા ઢાલ દોઇન સ્થિર રા જ્યેકોય તુમા સૈતાના બોદા બોળનારા તીર ઉલવી હોકા.
એને બીજહાન છેતારના નાંય, કાહાકા તુમહાય તુમહે પાપી સ્વભાવાલ એને બોદા ખારાબ કામહાલ છોડી દેનલા હેય.
તુમા ચ્ચાહા આરે સાદા નમ્રતાકોય વાત કોઆ, એને ઓહડયો વાતો કોઆ જ્યો મન ગમત્યો રોય જ્યેથી તુમહાન બોદા માઅહાન હારેં રીતેકોય જવાબ દેયના યેય જાય.
બાકી પ્રભુ બોરહાવાળો હેય, તો તુમહાન આત્મિક રીતે મજબુત કોઅરી, એને તુમહાન સૈતાનાપાઅને બોચાવી રાખી.
બાકી ઓ મા બાહાબોઅયેહેય, બોદહાથી ઉત્તમ વાત ઈ હેય, કા કસમ નાંય ખાઅના, નાંય હોરગા કા દોરત્યે નાંય કાદ્યે બિજ્યે વસ્તુહુ, બાકી તુમહે વાત કોઅના હાં તે હાં, એને નાંય તે નાંય ઓએ, યાહાટી કા તુમા પોરમેહેરાથી ગુનેગાર નાંય ઠોરાવલા જાય.
ઓ આબહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા જો ઈ દુનિયા બોનાવા પેલ્લાજ હેય, તુમા ચ્યાલ જાંઅતાહા. ઓ જુવાન્યાહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમહાય સૈતાનાલ આરવી દેનલો હેય. ઓ પાહાહાય, આંય તુમહાન યાહાટી લોખતાહાવ, કા તુમા પોરમેહેર આબહાલ જાઈ ગીયહા.
એને આદામા પોહો કાઈના હારકા મા બોનહા, જો ચ્ચા સૈતાનથી આતો, એને જ્યાંય પોતે બાહાલ માઆઇ ટાક્યો, એને તો ચ્ચાલ કોઅયેહે કારણથી માઆઇ ટાક્યો? યે કારણે કા કાઈના કામ ખારાબ આતેં એને ચ્ચા બાહા હાબેલા કામે ન્યાયી આતેં.
આપા જાંઅજેહે, કા જીં કાદા પોરમેહેરા પોહો હેય, તો પાપ કોઅયાજ નાંય કોએ, કાહાકા પોરમેહેરા પોહો ઈસુ ચ્યાલ બોચાવી રાખહે, એને સૈતાન ચ્યાલ આથ નાંય લાવી હોકે.