20 કાહાકા આંય તુમહાન આખતાહાવ કા, જોવે તુમા મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહા ન્યાયપણા જીવન કોઅતા, તુમહે વોદારી ન્યાયપણા જીવન નાંય ઓઅરી, તે તુમા હોરગા રાજ્યામાય કોવેજ નાંય જાય હોકાહા.”
તોવે ચ્યાહાન હોમાજ પોડ્યા કા, ચ્યે બાખે ખમીરા આરે નાંય, બાકી પોરૂષી લોકહા એને સાદૂકી લોકહા શિક્ષણાથી હાચવીન રા આખલા આતા.
એને જો કાદો મા નાવામાય યોક ઓહડા પાહાલ માનહે, તો માન માની લેહે.
જેહેકોય યોક કુરાડાવાળો હારેં ફળે નાંય દેનારા હર યોક મુળથી જાડાહાલ ખાંડીન આગડામાય ટાકી દાંહાટી તિયાર હેય, તેહેકોયનુજ આમી પોરમેહેર ચ્યાહા ન્યાય કોઅરાહાટી તિયાર હેય, જો પાપ કોઅના બંદ નાંય કોએ.
“જ્યેં માન, ‘ઓ પ્રભુ! ઓ પ્રભુ!’ એહેકેન આખતેહે, ચ્યાહામાઅને બોદાંજ લોક હોરગા રાજ્યમાય નાંય જાય હોકી, બાકી તોજ જાય હોકી જો મા હોરગ્યા આબહા મોરજી પરમાણે જીવન જીવહે.
આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, જ્યેં માઅહે પાહાહા હારકા પોરમેહેરાલ નાંય હોઅપે, ચ્યે પોરમેહેરા રાજ્યામાય ચ્યા માઅહે નાંય બોની.”
ઉટડાલ હુવ્યે નાકલામાઅને જાયના કોઠાણ હેય, બાકી માલદાર માઅહાન પોરમેહેરા રાજ્યામાય જાયના બોજ કોઠાણ હેય.”
હાય તુમહેવોય, કાહાકા તુમા ચ્યા ડાકાલ્યે કબારે હારકા હેતા, જ્યાહા ઉપને માઅહે ચાલીન જાતહેં, બાકી ચ્યાહાન ખોબારૂજ નાંય પોડે.
જોવે હજારો લોક ટોળો વોળીન ઈસુવાપાય યેને, ઓલે બોદે કા યોકબિજાલ બીચડી દેત, તોવે ઈસુ પેલ્લા ચ્યા શિષ્યહાન આખતો લાગ્યો, “પોરૂષી લોકહા ડોંગ્યા હારકા ખમીરથી હાચવીન રોજા.
જોવે ગુનેગાર ઠોરાવનારી સેવાયે મહિમા ઓહડી આતી, તે નોક્કીજ નોવી સેવા જીં આમહાન ન્યાયી બોનાડેહે ચ્યા મહિમા યેથીબી વોદારે રોઅરી.
યાહાટી જો કાદો ખ્રિસ્તામાય બોરહો કોઅહે તે ચ્યાલ યોક નોવો સ્વભાવ મિળહયો, જુનો સ્વભાવ જાતો રોયહો, એને આમી નોવો સ્વભાવ સુરુ ઓઅય ગીયહો.
એને આંય ચ્ચાઆરે એકતામાય રોય હોકુ, મા ન્યાયપણા મૂસા નિયમાહા પાળના આધારાવોય નાંય બાકી ઈ તી ન્યાયપણા હેય જીં કેવળ ખ્રિસ્તાવોય બોરહો કોઅલા લીદે. ઈ ન્યાયપણા પોરમેહેર પાઅને બોરહો કોઅના લીદે મેળહે.
બોદહાઆરે મેળમેળાપથી રા, એને પવિત્ર ઓઅરાહાટી બોદ્યેજ રીતે કોશિશ કોઅતા રા, કાહાકા યા વોગાર કાદોજ વ્યક્તી પ્રભુલ નાંય એઅરી.
બાકી કાયબી ખારાબ તાં પ્રવેશ નાંય કોઅરી, કાદાબી ઓહડા માઅહું જીં લાજારવાણહા કામ કોઅહે કા જુઠા બોલહે તાં પ્રવેશ નાંય કોઅરી. બાકી કેવળ જ્યા લોકહા નાંવ ગેટા જીવના ચોપડયેમાય લોખલે હેય ચ્યેજ જાય હોકી.