25 પાછે ગાલીલ ભાગા દકોપોલીસ, યેરૂસાલેમ શેહેર, યહૂદીયા વિસ્તારા એને યારદેન નોયે ચ્યે મેરેને લોકહા ટોળા-ટોળા ઈસુ પાહાલારે ચાલતા લાગ્યા.
ઈ જાઇન ઈસુ તાઅને જાતો રિયો, એને બોજ લોક ચ્યા પાહલા ગીયા એને ચ્યાય બોદહાન હારેં કોઅયે.
એને લોકહા મોઠી ગીરદી ચ્યા પાહલા યેની એને ઈસુય ચ્યાહામાઅને દુઃખહ્યાન હારાં કોઅયા.
તુમા લોક જ્યા જબુલુન એને નાફતાલી ભાગામાય રોતહા, એને જ્યા ગાલીલ દોરિયા પાહીના એને યારદેન નોયે દિહી ઉદ્યા મેરાવોય હેય, ઈ ગાલીલ ભાગા ઓહડો ભાગ હેય તાં અમુક ગેર યહૂદી લોક રોતાહા.
ઈસુ ચ્યા લોકહા ટોળાલ એઇન ડોગાવોય ચોડી ગીયો, એને જોવે તો હિકાડાંહાટી બોહી ગીયો તોવે ચ્યા શિષ્ય ચ્યા પાહી યેના.
જોવે ઈસુ ચ્યા ડોગાવોયને ઉત્યો તોવે યોક મોઠી ગીરદી ચ્યા પાહલા ગીયી.
તોવે તીં માઅહું, એને ઈસુવે ચ્યાહાટી કોલાં હારાં કામ કોઅયા, દોહો શેહેરાહા પાહિલ્યા ભાગામાય જાતો રિયો, જ્યાલ દકોપોલીસ આખવામાય યેહે, એને જાયન જાહેર કોઅયા, એને બોદહાન ચ્યા નોવાય લાગી.
પોરમેહેરા આરામા દિહી ઈસુ સોબાયે ઠિકાણે લોકહાન પોરમેહેરા વચન હિકાડે, તોવે બોજ જાંએ ચ્યા વાત વોનાત, એને નોવાય પામીન આખે કા, “યા માઅહાય ઈ બોદા કેછને હિક્યાહા? એલાલ ઈ બોદા જ્ઞાન કેછને મિળ્યાં? એહેકેન મોઠે ચમત્કાર કોઅરા ચ્યાલ ગોતી કેહેકેન મિળી?
ઈસુ એને ચ્યા શિષ્ય સુર શેહેરા આજુ-બાજુ ભાગ છોડીન સિદોન શેહેરામાઅને નિંગ્યા, દોહો શેહેરાહા આહી-પાહિલ્યા ભાગામાઅને ગીયા, જ્યાલ દકોપોલીસ આખતેહે તેહે રોઇન ચ્યા પાછા ગાલીલ દોરિયા એછે યેના.
તોવે તો ચ્યાઆરે ડોગાવોયને નિચે ઉત્યો, એને યોક હારકા દાદરામાય ઉબો રિયો એને ચ્યાઆરે શિષ્યહા મોઠો ટોળો આતો, એને બોદા યહૂદીયા વિસ્તારા, યેરૂસાલેમ શેહેરા સુર એને સિદોન શેહેરા એને દોરિયા મેરાવોય રોનારા લોકહા મોઠો ટોળો,
બોદાજ લોક ચ્યાલ આથ લાવાં હોદે, કાહાકા ચ્યામાઅને ઓહડા સામર્થ્ય નિંગતા આતા કા બોદહાન હારેં કોઅતા આતા.