10 જેહેકોય યોક કુરાડાવાળો હારેં ફળે નાંય દેનારા હર યોક મુળથી જાડાહાલ ખાંડીન આગડામાય ટાકી દાંહાટી તિયાર હેય, તેહેકોયનુજ આમી પોરમેહેર ચ્યાહા ન્યાય કોઅરાહાટી તિયાર હેય, જો પાપ કોઅના બંદ નાંય કોએ.
વાટે મેરાવોય ચ્યે યોક અંજીરા જાડ દેખ્યાં એને ચ્યા પાહી ગીયો, બાકી પાલાંજ દેખાયાં, તોવે ઈસુવે જાડાલ આખ્યાં, “આમી પાછે તુલ કોઅઇ દિહી, ફળ નાંય લાગરી” અંજીરા જાડ તારાતુજ ઉખાય ગીયા.
જીં-જીં જાડ હારાં ફળ નાંય દેય, તીં ખાંડીન આગડામાય ટાકી દેવામાય યી, જુઠા ભવિષ્યવક્તાહાલ બી યેજપરમાણે ડોંડ દી.
કાહાકા જોવે નિર્દોષ માઅહા આરે એહેકોય બોને, તે વિચાર કોઆ માઅહું દોષી હેય ચ્યાઆરે કાય ઓઅરી?”
જેહેકોય યોક કુરાડાવાળો હારેં ફળે નાંય દેનારા હર યોક મુળથી જાડાહાલ ખાંડીન આગડામાય ટાકી દાંહાટી તિયાર હેય, તેહેકોયનુજ આમી પોરમેહેર ચ્યાહા ન્યાય કોઅરાહાટી તિયાર હેય, જો પાપ કોઅના બંદ નાંય કોએ.
જીં ડાહગી માંયેમાય લાગલી હેય, એને ફળ નાંય લાગે, ચ્યેલ તો ખાંડી ટાકહે, એને જ્યેલ ફળ લાગતેહે, ચ્યેલ તો ડાળી ટાકહે તોવે કા તી આજુ ફળ દેય.
જો કાદાં માઅહું માંયેમાય નાંય રોય તોવે ડાહગી હારકા કાપી ટાકી દેનલા જાહે તોવે તી ડાહગી ઉખાય જાહે એને લોક ચ્ચાલ બેગા કોઇન આગડામાય ટાકી દેતહેં, એને તી બોળી જાહે.
હાચવીન રા, એને ચ્યા આખનારા આગના પાળના મોનાય મા કોઅહા, કાહાકા ઈસરાયેલા લોકહાન જોવે દોરત્યેવોય ડોંડ દેનો કાહાકા ચ્યાહાય ચેતાવણી દેનારા આગનાયેહેલ નાંય પાળી. યાહાટી જો આમા ચ્યા હોરગામાઅને બોલનારા આગના નાંય પાળહુ તે આમા બી નાંય બોચી હોકહુ.
બિજા લોક ચ્યે જમીને હારકે હેય જ્યેં કાટેં એને જેખરેં ઉસબાડતેહે એને તી નોકામી હેય, ઈ પોરમેહેરાથી હારાપ મેળાવના ખતરામાય હેય એને ઈ આગ્યેથી નાશ ઓઅય જાઅરી.