8 ચ્યો બીઈન મોઠા આનંદા હાતે કોબારથી જલદીથી જાયને ચ્યા શિષ્યહાન ખોબાર દાંહાટી દાંહાદી ગીયો.
એને જલદી જાયન ચ્યા શિષ્યહાન આખા કા તો મોઅલા માઅને પાછો જીવી ઉઠયોહો, એને તો તુમહે પેલ્લા ગાલીલ ભાગામાય જાહે, તાં તુમા ચ્યાલ એઅહા, એઆ, માયે તુમહાન આખી દેનહા.”
તોવે, ઈસુ ચ્યેહેન મિળ્યો એને આખ્યાં, “સુખી રા” એને ચ્યેહેય ચ્યા પાહી જાયને એને ચ્યા પાગ દોઇન ચ્યા પાગે પોડયો.
એહેકેન વોનાયો પાછે, ચ્યો કોબારેઈહીને બાઆ નિંગ્યો એને દાંહાદી ગીયો, કાહાકા હેરાણા લીદે ચ્યો કાપત્યો આત્યો એને વાટેમાય, ચ્યેહેય કાદાલ કાય આખ્યાં નાંય, કાહાકા ચ્યો બિઇ ગીઅલ્યો.
આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, તુમા મા મોઅના પાછે રોડહા એને દુઃખી ઓઅહા, બાકી દુનિયા લોક આનંદ કોઅરી, તુમહાન દુઃખ ઓઅરી, બાકી જોવે તુમા માન પાછા એઅહા, તોવે તુમહે દુઃખ આનંદામાય બોદલાય જાય.
યેજપરમાણે તુમાબી આમી દુઃખામાય હેય, બાકી આંય તુમહાન પાછો મીળહી એને તુમા આનંદિત ઓઈ જાહા એને તુમહે આનંદ કાદો તુમહે વોયને પેચકી નાંય લી.