16 ઓગ્યાર શિષ્ય ગાલીલ ભાગામાય ચ્યા ડોગાવોય ગીયા, જાં જાંહાટી ઈસુ ચ્યાહાન આખલા.
બાકી મા મોઅલાહામાઅને જીવી ઉઠના પાછે, આંય તુમહે પેલ્લા ગાલીલ ભાગામાય જાહીં, એને તાં મીળહી.
તોવે ઈસુવે ચ્યેહેન આખ્યાં, “મા બીયહા, મા શિષ્યહાન જાયન આખા કા ગાલીલ ભાગામાય જાય તાં માન દેખી.”
એને જલદી જાયન ચ્યા શિષ્યહાન આખા કા તો મોઅલા માઅને પાછો જીવી ઉઠયોહો, એને તો તુમહે પેલ્લા ગાલીલ ભાગામાય જાહે, તાં તુમા ચ્યાલ એઅહા, એઆ, માયે તુમહાન આખી દેનહા.”
યા પેલ્લા, જોવે ઈસુ ગાલીલ ભાગામાય ચારીચોમખી મુસાફરી કોઅયી, તોવે ચ્યો તીન બાયો ચ્યા શિષ્ય હારક્યો પાછાડી ચાલેત એને ચ્યા જીં ગોરાજ આતી તી પુરાં કોઅત્યો આત્યો. એને કોલહ્યોક બીજ્યો બાયોબી ગાલીલ ભાગામાઅને ચ્યાઆરે-આરે આત્યો એને ચ્યાઆરે યેરૂસાલેમ શેહેરામાય યેનલ્યો આત્યો, ચ્યોબી દુઉને એઇ રીયલ્યો આત્યો.
પાછે, ઈસુ અગ્યાર શિષ્યહાન બી દેખાયો, જોવે ચ્યા ખાં બોઠલા આતા. ઈસુ ચ્યાહાન ખિજવાયો કાહાકા ચ્યા લોકહા સાક્ષ્યે વોય બોરહો નાંય થોવના લેદે બોજ જિદ્દી બોની ગીઅલા, જ્યાહાય ચ્યાલ પાછી જીવી ઉઠનામાઅને દેખલો આતો.
આમી તુમા જાયા, એને પિત્તર એને ઈસુવા બિજા શિષ્યહાન જાયને એહેકેન આખા કા, ઈસુ જીવતો હેય, તો ગાલીલ ભાગામાય જાય રીયલો હેય, એને તુમા બોદહાલ બી તાં જાં પોડી, તુમા ચ્યાલ તાં એઅહા, જેહેકોય ચ્યાય મોઅરા પેલ્લા તુમહાન આખલા આતા.”
ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “માયે તુમહાન બાર જાંણહાન નિવડી લેદા નાંય કા? તેરુંબી તુમહામાઅને યોક માઅહું સૈતાના તાબામાંય હેય.”
જો મોઅલા લોકહાન જીવતા નાંય કોઅલા જાય, તે પોરમેહેરાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછા જીવતા કોઅયા એહેકેન આમા જુઠા આખજેહે.