60 એને ખોલકડામાય ખોદલા ચ્યા પોતા નાંવા યોક નોવા માહાણા આતા ચ્યામાય ડાટી દેના, એને માહાણા મુંયાવોય ચ્યે યોક મોઠો દોગાડ કોથલાડીન જાતો રિયો.
એને યોસેફ કુડી લેઈને ચ્યેલ હારાં ફાડકામાય ચોંડાળી લેદા.
તોવે ચ્યા રાખવાળ્યાહાન આરે લેઈને કોબારેપાય લી ગીયા, એને કોબારેવોય થોવલા દોગાડાવોય નિશાણી લાવી દેની કા દોગડાલ કાદો નાંય ઓટાડે, પાછે ચ્યા સિપાડાહાન રાખવાળી કોઅરા છોડી ગીયા.
તોવે યોક મોઠો દોરતીકંપ ઓઅયો, કાહાકા પ્રભુ યોક દૂત હોરગામાઅને ઉત્યો, એને પાહી યેઇન દોગડાલ હોરકાવી દેનો, એને તો ચ્યાવોય બોઠો.
તોવે દેખ્યાકા કોબારે મુયાહીને મોઠો દોગાડ હોરકાવલો આતો.
ઈસુ બોજ નિરાશ ઓઇન માહાણા પાય યેનો, તાં યોક ગોડદો આતો એને મોઠો દોગાડ ચ્યા બોગારા આલુડ કોઅલો આતો.
તોવે ચ્યાહાય દોગાડાલ ફેડી લેદો, પાછે ઈસુવે ઉચે નોજાર કોઇન આખ્યાં, “ઓ આબા આંય તો આભાર માનતાહુ કાહાકા તુયે મા વોનાય લેદા.
આમી ઈસુવાલ જાં હુળીખાંબાવોય ચોડાવલો આતો, તાં પાહીજ યોક વાડી આતી, એને તી વાડીમાય યોક નોવી કોબાર આતી, ચ્યેમાય પેલ્લા કાદાલ નાંય થોવ્યેલ.
રવિવારે બોજ કોવાળ્યાં આજુ આંદારાં આતા તોવે મરિયમ જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, કોબારે એછે ગીયી, તોવે દેખ્યાકા કોબારે મુયાઇહીને દોગાડ પેલ્લોજ હોરકાવલો હેય.