52 માહાણેં ઉગડી ગીયે, એને મોઓઈ ગીઅલા પવિત્ર લોકહા બોજ કુડયો પાછયો જીવત્યો ઉઠયો.
ચ્યાય યો વાતો આખ્યો, એને પાછે તો ચ્યાહાન આખા લાગ્યો, “આપહે દોસ્તાર લાજરસ હૂવી ગીયહો, બાકી આંય ચ્યાલ ઉઠાડાંહાટી જાતહાવ.”
પાછે માંડયે પોડીન મોઠેરે બોંબલ્યો, “ઓ પ્રભુ, યા પાપાહાટી તું ચ્યાહાન માફ કોઇ દે.” એહેકોય આખીન તો મોઅઇ ગીયો.
યાહાટી ઈંજ કારણ હેય કા તુમહેમાઅને બોજ લોક રોગી એને શરીરાકોય નોબળાં હેય, એને બોજ લોક મોઅઇબી ગીયા.
બાકી આસલી ઈ હેય કા પોરમેહેરાય હાચ્ચાંજ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, એને જ્યા લોક મોઅઇ ગીઅલે હેય ચ્યાહામાઅને પાછો જીવતો ઓઅનારો પેલ્લો માઅહું હેય.
વોનાયા, આંય તુમહાન ભેદ નિ વાત આખતાહાવ, ઈ અચાનક ઓઅરી, ઓલે જલદ્યા જેહેકે ડોળા મીચતેહે, જોવે છેલ્લી તુતારી ફુકી, તોવે જ્યા લોક મોઅઇ ગીયહા ચ્યા અનંતજીવન હાટી પાછા જીવતા કોઅલા જાય એને જ્યેં આપા જીવતે રોહુ, આપહે શરીર બોદલાય જાય.
કાહાકા જો આપા બોરહો કોઅજેહે કા ઈસુ મોઅયો એને પાછો જીવી ઉઠયો, તો તેહેકેન જ્યેં ઈસુવોય બોરહો કોઅતા મોઅઇ ગીયે, પોરમેહેર ચ્યાહાનબી ઈસુઆરે પાછો લેય યી.
ઈસુ ખ્રિસ્ત આપહેહાટી યાહાટી મોઅઇ ગીયો, યાહાટી આમા જો જીવતા હેય યા મોઅઇ ગીયા ચ્યાઆરે કાયામ લોગુ જીવન વિતાવજે.