30 એને ચ્યા ઉપે થુપ્યાં, એને લાકડી લેઈને ચ્યાલ ઠોકતા લાગ્યા.
તોવે ચ્ચાહાય ચ્યા મુંયા ઉપે થુપ્યાં, એને ચ્યા મુંય ડાકીન ઠોકાં લાગ્યા.
ચ્યા લોક મા મશ્કરી કોઅરી, મા ઉપે થૂપી, માન ચાપકાહાકોય માર ઠોકી એને માન માઆઇ ટાકી એને તીજે દિહી પાછો જીવતો ઓઅઇ જાહીં.”
તોવે કાદે ચ્યા મુંયા ઉપે થુપ્યાં, એને ચ્યા મુંય ડાકીન ઠોકાં લાગ્યા, એને એહેકેન આખીન ચ્યા મશ્કરી કોઅયી, “જોવે તું યોક ભવિષ્યવક્તો હેય તે આમહાન આખ કા તુલ કુંયે ઠોક્યાં” એને ચાકારાહાય ચ્યાલ દોઇન થાપડાહાકોંય ઠોક્યાં.
ચ્યા પાછી ટોલપાવોય વાતડયે લાકડયે કોઅઈન ઠોકેત, એને ચ્યા અપમાન કોઅરાહાટી ચ્યા ઉપે થુપ્યાં, એને ચ્યા ચ્યાલ માન દાંહાટી પાગે પોડતા આતા.