29 એને કાટાહા ટોપી વીંઈન ચ્યા ટોલપીવોય થોવી, એને ચ્યા જમણા આથામાય યોક લાકડી દેની પાછે માંડયે પોડીન, ચ્યા મશ્કરી કોઇન આખતા લાગ્યા કા, “ઓ યહૂદીયાહા રાજા, સલામ.”
એને ગેર યહૂદી લોકહા આથામાય હોઅપી દેઅરી, ચ્યા લોક માન ગાળી દી, મા ઉપે થૂપી, માન ચાપકાહાકોય માર ઠોકી, એને હુળીખાંબાવોય ચોડવી, એને તીજે દિહી પાછો જીવતો ઓઅઇ જાહીં.”
યહૂદા ઇસ્કારીયોત યેનો, એને તારાતુજ ઈસુવાપાય જાયને આખ્યાં, “ઓ ગુરુ, સલામ” એને ચ્યે ચ્યાલ બોજ ગુળા દેના.
સીપાડાહાય ઈસુ ટોલપા વાહાયોક ઉચે યોક દોષા પાટી લાવી દેની, ચ્યામાય એહેકેન લિખલાં આતા, “યહૂદીયાહા રાજા ઈસુ હેય.”
તોવે ચ્યાહાય ચ્યાલ જાંબળ્યા રોંગા ડોગલાં રાજા રુપામાય મશ્કરી કોઅરાહાટી પોવાડયા, જેહેકોય તો રાજા હેય, એને ચ્યાહાય કાટાળ્યે ડાહાગ્યે મુગુટ બોનાડીન ચ્યા મશ્કરી કોઅરાહાટી ટોલપાવોય પોવાડયા,
એને એહેકેન આખીન ચ્યા ચ્યાલ સલામ કોઆ લાગ્યા કા, “ઓ યહૂદીયાહા રાજા, સલામ.”