22 પિલાત રાજાય ચ્યાહાન પુછ્યાં, “તોવે જ્યાલ તુમા ખ્રિસ્ત આખતેહે ચ્યા ઈસુવાલ કાય કોઅઉ?” ચ્યા બોદહાય આખ્યાં, “ચ્યાલ હુળીખાંબે ચોડવી દિયા.”
યાકૂબા પોહો યોસેફ, જો મરિયમે માટડો આતો, એને મરિયમે પોહો ઈસુ, જ્યાલ ખ્રિસ્ત આખતેહે.
જોવે લોક ટોળો જાયા, તોવે પિલાતેં ચ્યાહાન આખ્યાં, “તુમા કાય આખતાહા તીં આંય તુમહેહાટી કાલ છોડી દાવ? બારાબ્બાસાલ, કા પાછે ઈસુવાલ જો ખ્રિસ્ત આખાયેહે?”
પિલાત રાજાય ચ્યાહાન પુછ્યાં કા, “યા બેન્યાહા માઅને તુમા કાલ માગતાહા કા ચ્યાલ આંય તુમહેહાટી છોડી દાંઉ?” તોવે ચ્યાહાય આખ્યાં, “બારાબ્બાસાલ.”
પિલાત રાજાય આખ્યાં, કા “કોહડા હાટી, એલે કાય ગુનો કોઅયોહો?” બાકી ચ્યા પાછા જોરમાય બોંબાલતા લાગ્યા કા, “એલાલ હુળીખાંબે ચોડવી દિયા.”
મુખ્ય યાજક એને બોદયે સોબા યેય ઈસુવાલ માઆઇ ટાકાડાંહાટી ઈસુવા વિરુદમાય સાબિતી હોદેત, બાકી ચ્યાહાન કાયજ સાબિતી મિળી નાંય.
થેઅયેય ઈસુલ આખ્યાં, “આંય જાઅત્યાહાવ કા મસીહ જો ખ્રિસ્ત આખાયેહે, યેનારો હેય, જોવે તો યી, તો આમહાન બોદ્યો વાતો આખી દી.”
ચ્યાલ માઆઇ ટાકના લાયકે કાયજ દોષ નાંય મિળ્યો, તેરુંબી પિલાત રાજાલ વિનાંતી કોઅયી, કા ચ્યાલ માઆઇ ટાકલો જાય.
ચ્યાહાટી, ઓ બાહાહાય, તુમા જાઈલા કા ઈસુકોય પાપહા માફી ખોબાર તુમહાન દેનલી જાહે.