12 જોવે મુખ્ય યાજક એને આગેવાન ચ્યાવોય દોષ લાવી રીઅલા આતા, તોવે ચ્યે કાંઇજ જાવાબ નાંય દેનો.
બાકી ઈસુ ઠાવકોજ રિયો, તોવે મહાયાજકાય ચ્યાલ આખ્યાં “આંય તુલ જીવતા પોરમેહેરા નાંવે કોસામ આખતાહાવ, આમહાન જાવાબ દે તું પોરમેહેરા પોહો ખ્રિસ્ત હેતો કા?”
તોવે પિલાતેં ચ્યાલ આખ્યાં, “એલા તો વિરુદમાય ઈ બોદા આખી રીયહા, તી તું નાંય વોનાયે કા?”
બાકી ચ્યે ચ્યાલ યોકબી વાતે જાવાબ નાંય દેનો, યે વાતે વોય પિલાત રાજાલ મોઠી નોવાય લાગી.
ચ્યાહાટી હેરોદ રાજાય ઈસુવાલ બોજ વાતહેબારામાય પુછ્યાં, બાકી ઈસુવે કાય જાવાબ નાંય દેનો.
એને પવિત્રશાસ્ત્ર માઅને જો અધ્યાય તો વાચતો આતો, તો ઓ આતો; “તો ગેટા રોકો વદ કોઅરા ચ્યાલ લેય ગીયા, એને જેહેકેન ગેટા બુરાં કાતારનારાહા હામ્મે ઠાવકા રોહે, તેહેકેન તોબી ઠાવકોજ રિયો.
ચ્યાય નિંદા કોઅનારાહા બી નિંદા નાંય કોઅયી, એને જોવે ચ્યાલ દુઃખ દેના તે ચ્યાય કાદાલ દોમકી નાંય દેની, બાકી ચ્યે પોતે પોતાલ પોરમેહેરા આથામાય હોઅપી દેના જો કાયામ હાચ્ચાયેથી લોકહા ન્યાય કોઅહે.