6 ચ્યે સમયે ઈસુ બેથાનીયા શેહેરામાય સિમોના ગોઅમે, જ્યાલ ઈસુય કોડા બીમાર્યે માઅને હારો કોઅલો આતો ખાં બોઠેલ.
તોવે ચ્યાહાન છોડીન તો શેહેરા બારે બેથાનીયા ગાવામાય ગીયો, એને રાત તાં રિયો.
બીજે દિહે બેથાનીયા ગાવામાઅને નિંગ્યા તોવે ઈસુલ બુખ લાગી.