5 બાકી ચ્યા આખે કા, “આપહાન પાસ્કા સણા દિહે એહેકેન નાંય કોઅરા જોજે, કાહાકા લોકહામાય દામાલ ઉસબી જાય.”
એને ચ્યાલ માઆઇ ટાકાં માગતો આતો, બાકી ચ્યાલ લોકહા બિક આતી, કાહાકા લોક ચ્યાલ ભવિષ્યવક્તા હેય એહેકેન માનેત.
એને જોવે આમા માઅહા એહેરે આખહુ તોવે કાય ઓઅઇ? ચ્યા યા હારકો જાવાબ નાંય દેય કાહાકા ચ્યા લોકહાથી બિઅતા આતા, જ્યા ઈ માનતા આતા કા, યોહાન પોરમેહેરા પાયને યોક હાચ્ચો ભવિષ્યવક્તા આતો.
પિલાતેં એઅયા કા, ચ્યાથી કાયજ નાંય ઓઈ હોક્યા, ઉલટાં વિરુદ વોદતાંજ જાય, તોવે ચ્યે પાઆય લેઈને લોકહા દેખતે આથ દોવ્યા, એને આખ્યાં, “આંય એલા ન્યાયી માઅહાલ માઆઇ ટાકનાથી નિર્દોષ હેતાઉ, તુમાંજ ચ્યા જિમ્મેદાર હેય.”
બેન દિહયા પાછે, બેખમીર પાસ્કા સણા પેલ્લે દિહે, જોવે ચ્યાહાય સણાહાટી ગેટા બલિદાન કોઆ, એને ઈસુવા શિષ્યહાય ચ્યાલ પુછ્યાં, “તું આમહાન કેછ દોવાડા માગતોહો કાય આમા પાસ્કા ખુશ્યે હાટી ખાઅના તિયાર કોઅજે કા આપા ખાજે?”
બાકી ચ્યા આખે કા, “આપહાન પાસ્કા સણા દિહે એહેકેન નાંય કોઅરા જોજે, કાહાકા લોકહામાય દામાલ ઉસબી જાય.”
જોવે ચ્યા ડોગા એછે જાં આતા તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, તુમા બોદા માન છોડીન નાહી જાહા, જેહેકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય: પોરમેહેર એહેકેન આખહે કા, આંય ચ્યા માઅહાન માઆઇ ટાકહી જો મા લોકહાન મેંડવાળ્યાહા હારકો હાંબાળ કોઅહે, એને ગેટેં વેરગાઈ જાઅરી.
એને જોવે આમા માઅહા પાઅને આખહુ તોવે કાય ઓઈ? લોક આપહાન દોગડાકોયન ઠોકી, કાહાકા લોક ઈ માનતા આતા કા, યોહાન બાપતિસ્મા દેનારો પોરમેહેરા પાયને યોક હાચ્ચો ભવિષ્યવક્તા આતો.
બેન દિહયા પાછે, પાસ્કા સણા પેલ્લે દિહે, જોવે ચ્યાહાય સણાહાટી ગેટા બલિદાન કોઅયા.
એને ચ્યા ઈસુવાલ કાયફા મહાયાજકા ઇહિને પિલાત રાજા મેહેલામાય લેય ગીયા, એને હાકાળ્યો સમય આતો, બાકી યહૂદી આગેવાન મેહેલા માજે નાંય ગીયા કા બાટાય નાંય જાય બાકી પાસ્કા ખાઅના ખાય હોકે.
એને બોદાજ શેઅરામાંય મોઠો ધાંદલ મચી ગીયો, એને લોકહાય ગયુસ એને અરિસ્તર્ખુસ, મોકોદુનિયા નિવાસી એને જ્યા પાઉલુસા આર્યા મુસાફરી આતા, દોઅઇ લેય યેના, એને યોકહાતે ઓઇન રંગશાળેમાય દાંહાદી ગીયા.
કાય તું ચ્યાજ મિસર દેશા નાંય, જો યા દિહહા પેલ્લા સરકારા વિરુદ બળવો કોઇન ચાર ઓજાર આથ્યાર બંદ લોકહાન ઉજાડ જાગામાય લેય ગીયો?”
ચ્યાહાય તીંજ કોઅયા જીં તો સામર્થ્યાકોય એને તો ઇચ્છાકોય પેલ્લાજ નોક્કી કોઇ લેદલા આતા કા ઓઅરા જોજે.